
હરિદ્વાર:ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી 11 વર્ષીય રિદ્ધિમા પાંડે આજકાલ ચર્ચામાં છે. યુએન ક્લાઈમેટ સમિટમાં સ્વિડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ સાથે રિદ્ધિમા અને અન્ય યુવા કાર્યકરોએ જર્મની, ફ્રાંસ, બ્રાઝિલ, આર્જેન્ટિના અને તૂર્કી વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ દેશ બાળકોના અધિકારો સાથે જોડાયેલી યુએનની સંધિ પ્રમાણે કામ નથી કરતા. હવે રિદ્ધિમા ભારતની ગ્રેટા તરીકે ઓળખાય છે. જાણો નાની ઉંમરે પર્યાવરણ જેવા જટિલ વિષયને યુએન સુધી લઈ જનારી રિદ્ધિમા વિશે.
ભવિષ્ય જ નહીં હોય તો વિકાસનું આપણે શું કરીશું? : રિદ્ધિમા
યુએનમાં આપણે રિદ્ધિમાનો ગુસ્સો જોયો. તેનું મૂળ 2013માં ઉત્તરાખંડમાં સર્જાયેલી કુદરતી આફત છે. એ ભયાનક પૂરમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારથી તેના મનમાં પર્યાવરણને લગતા સવાલ ઉઠતા હતા. 2017માં રિદ્ધિમાએ અભિભાવકોની મદદથી કેન્દ્ર સરકાર પર ક્લાઈમેટ ચેન્જ જેવી મુશ્કેલીમાંથી ઉગરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવીને એનજીટીમાં અરજી કરી હતી. તેમાં કહેવાયું હતું કે, ભારત પ્રતિકૂળ ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં સૌથી નબળા દેશોમાંનો એક છે. રિદ્ધિમા કહે છે કે, ન્યૂયોર્કમાં અનેક લોકોએ મને કહ્યું કે, તુ હજુ બહુ નાની છું, પરંતુ હું જવાબ આપતી કે અન્ય દેશના બાળકો પણ મારી સાથે છે. સરકાર કહે છે કે, તેમણે ગંગાની સફાઈ કરી છે, પરંતુ તે સાચું નથી. અમે તેને ગંગા મા કહીએ છીએ અને પછી તેને પ્રદૂષિત પણ કરીએ છીએ. ગંગા કિનારે મૂર્તિઓ, કપડાં અને પ્લાસ્ટિકની કોથળીઓ મળે છે. અમે આ મુદ્દો વૈશ્વિક સ્તરે ઉઠાવીશું. મને લાગે છે કે, વિશ્વના નેતાઓ અમારી અવગણના ના કરી શકે. મને નથી લાગતું કે, આપણી સરકાર પેરિસ સંધિની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે. મને ખૂબ ગુસ્સો આવે છે. આપણે ફક્ત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત ના કરવું જોઈએ. જો આપણી પાસે ભવિષ્ય જ નહીં હોય તો એ વિકાસનું આપણે શું કરીશું?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nHaN7W
via IFTTT
No comments:
Post a Comment