
ડોશી દેશ ચીનના ઇતિહાસને જુઓ તો તેમાં ઘણા વિરોધાભાસ મળે છે.5000 કિમી લાંબી ‘ચાઇના વોલ’નું દૃષ્ટાંત લઇએ તો લગભગ 30 ફૂટ ઊંચી અા વિશાળ સુરક્ષા દીવાલને જંગલ અને પહાડી વિસ્તારોમાં જેમ કે બેઇજિંગની પાસ હુઆંગહુચેંગ ક્ષેત્રમાં બનાવાઇ,છતાં પણ ચીન વિદેશી દુશ્મનોને રોકી ન શક્યું. એ સમયને આજના આધુનિક સમય સાથે જોડીએ , તો હું તેને સંક્ષિપ્તમાં એટલું જ કહીશ કે ટેકનોલોજી કોઇ પણ સમયની હોય, તે એજ રીતે કામ કરે છે , જેવું આપણે ઇચ્છાતા હોઇએ છીએ. અમદાવાદ નિવાસી જાનકી વસંતનો દાખલો સમજીએ, જેણે અમદાવાદ એરપોર્ટ પર પોતાના બેકપેકમાં 35 હજાર રોકડા સાથે લગભગ દોઢ લાખની કિંમતની ઇલેક્ટ્રિક વસ્તુઓ રાખી હતી અને તેને ટ્રોલીમાં મુકીને તે ચેક-ઇને બેગેજ લેવા લાગી.જ્યારે તે પાછી ફરી તો બેકપેક ગાયબ હતું. જાનકીએ તરત જ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે જ્યારે એરપોર્ટની અંદર અને બાહરના સીસીટીવી કેમેરાની તપાસ કરી તો તેમને સ્વીકાર કરવું પડ્યું કે તે ત્યાં લાગેલા કેમેરાની ક્વોલિટી ખૂબ ખરાબ છે અને જાનકીની બેગ ઉઠાવીને જનાર વ્યક્તિના ચહેરાની ઓળખ કરવી સંભવ નથી. તેમણે એક આધેડ ઉંમરના દંપતીને એવા જ બેગની સાથે શોધી કાઢ્યા જેમણે એવોજ બેગ ટ્રોલીમાં રાખ્યો હતો.પણ ફૂટેજ એટલા ખરાબ મળ્યા હોવાથી તે નક્કી કરવું મુશ્કેલ હતું કે એ તે જ બેગ છે. તે પેલા દંપતીની ઓળખ કરવામાં અસફળ રહ્યા. હવે તેનાથી વિપરીત એક અન્ય સરકારી એજંસીનો દાખલો જુઓ. તમિલનાડુના કૃષિ મંત્રાલયે ફેબ્રુઆરીમાં ‘ઉઝવન’(તમિલમાં ખેડૂત ) નામની એક એપ લોન્ચ કરાઇ જેથી ખેડૂતોને માટીની ગુણવત્તા, બીયારણ ખાતર અંગે જાણકારી આપી શકાય. રાજ્યમાં આ પ્રકારની ઘણી એપનો ઉપયોગ થઇ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતી અા અેપ અપલોગ કરાયેલા ફોટાના મેટા ડેટા( બેઝિક જાણકારી)ની મદદથી સમસ્યાનું સમાધાન કરે છે.જોે તેમાં કોઇપણ ડેટા ખોટો થઇ જાય અથવા તેનું ખોટુ લેબલિંગ થઇ જાય તો એલ્ગોરિધમ બે તસવીરોમાં અંતર સમજવામાં ગુંચવાઇ જાય છે અને અાના લીધે તે કિટાણુંઓ માટે ખોટો ઉકેલ અાપી શકે છે. જો કે આ એપ હજારો ખેડૂતો માટે મદદરૂપ બને છે, જે માત્ર ફોટો ક્લિક કરીને તેને અપલોડ કરે છે અને તેમને નિદાન મળી જાય છે. તેમનું કહેવું છે કે આ 98 ટકા ઉકેલ સાચા છે. ચેન્નઇ સ્થિત સ્ટાર્ટઅપ એક્વાકનેક્ટએ એક વધુ એપ, ફાર્મ મોજો (FarmMOJO) વિકસાવી છે, જે ઝીંગા અને માછલી પાલન સહિત એક્વાકલ્ચર માટે રિયલ ટાઇમ સમાધાન આપે છે. આ એપ પીએચ બેલેન્સ, અમોનિયા અને નાઇટ્રેટનું સ્તર, પાણીની ગુણવત્તા, ઝીંગાનું સ્વાસ્થ્ય અને બાયોમાસ રૂપાંતરણ જેવા પ્રોડકશન ડેટાને રેકોર્ડ કરે છે.
ફંડા એ છે કે ટેક્નોલોજીને દોષ આપવા કરતા તેનો દુરુપયોગ કરનારાઓને દોષિત ઠેરવવા જોઇએ કારણ કે ટેકનોલોજી તમને એવા જ પરિણામ આપે છે જેવું સિસ્ટમ ફિક્સ ક્યું હોય કારણ કે તે માણસોની માફક લાંચ નથી આપી શકાતી તેમજ તેના ઇરાદામાં ખોટ હોતી નથી.
પા
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mLRIRp
via
IFTTT
No comments:
Post a Comment