મહિષાસુર નામના રાક્ષસે શિવની આરાધના કરીને અદ્વિતીય શક્તિ હાંસલ કરી હતી. દેવતા તેને હરાવવામાં અક્ષમ હતા. એટલે દેવતાઓએ આદિશક્તિની આરાધના કરી. દેવતાઓની ઉપાસનાથી પ્રસન્ન આદિશક્તિએ મા દુર્ગાનો અવતાર લીધો. મા દુર્ગા-મહિષાસુર વચ્ચે નવ દિવસ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ નવ દિવસ શક્તિ પર્વ ગણાય છે.
ઋતુ પરિવર્તનનો સમય, એટલે ઉપવાસ જરૂરી, વિજ્ઞાન પણ સંમત
શ્રીશ્રી રવિશંકર પ્રમાણે
આપણે આખું વર્ષ જે કામ કરીને થાકી જઈએ છીએ, તો તેનાથી મુક્તિ મેળવવા નવ દિવસ ઉપવાસ કરાય છે, જેથી શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ થઈ શકે.
ભગવાન શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસનાથી જ નવ દિવસ ઉપવાસ કરવાની પરંપરા શરૂ થઈ છે. દારૂ અને માંસના ત્યાગનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ નવ દિવસ સાત્વિક રીતે જીવવાનો સમય છે. ચર સંહિતા પ્રમાણે, અશ્વિન નવરાત્રિ શિયાળાની શરૂઆતમાં આવે છે. ઋતુ પરિવર્તનના આ સમયે આપણી રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે. એટલે દારૂ અને માંસનો ત્યાગ કરાયછે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રો. અનુપ ઠાકર કહે છે કે, શરદ નવરાત્રિમાં દારૂ અને માંસનું સેવન ના કરવું, તેનો વૈજ્ઞાનિક આધાર છે. આ સમય વરસાદ અને ગ્રીષ્મ ઋતુનો સંધિકાળ હોય છે. આ સમયે દારૂ અને માંસનું સેવન કરવાથી પિત્ત વધે છ, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે. આ કારણસર નવરાત્રિમાં દારૂ અને માંસ છોડવાનો મહિમા કરાયો છે.
કેરળ : ઈરિંગોલ કાવૂ મંદિર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o7Ezmi
via IFTTT
No comments:
Post a Comment