આ મુદ્દે અધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે, આ માટે પ્રકૃતિના ત્રણ ગુણ સમજવા જરૂરી છે. જેનું પ્રતિનિધિત્વ ત્રણેય દેવી કરે છે. આ ગુણ તમસ, રજસ અને સત્વ છે.
તમસનો અર્થ થાય છે, જડતા.
રજસ એટલે કે આપણી ગતિવિધિઓ અને ક્રિયાકલાપ.
સત્વનો અર્થ થાય છે, સીમાઓને તોડવી
પૃથ્વીને તમસ, સૂર્યને રજસ અને ચંદ્રને સત્વ મનાય છે. ભગવા કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, ‘ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈય ગુણ્યો ભવાર્જુન.’ તેનો અર્થ એ છે કે, વેદ ત્રણ ગુણોથી બહાર નથી. તે આ ત્રણેય ગુણને યોગ્ય રીતે પ્રકાશિત કરે છે. આ ગુણો સાધવા માટે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની જુદી જુદી આરાધના કરાય છે, જ્યારે ધન અને જીવન ગુજરાનના અન્ય સંસાધનો માટે લક્ષ્મીની પૂજા કરાય છે. સરસ્વતીની આરાધના જ્ઞાન માટે થાય છે. આપણા જીવનના જુદા જુદા તબક્કા પણ આ ગુણો પર આધારિત છે. વ્યક્તિનો જન્મ તમસ અંતર્ગત થાય છે. જ્યારે તમે જીવન ગુજારવા સંસાધનો ભેગા કરવા લાગો છો ત્યારે રજસની શરૂઆત થાય છે. એ પછી સત્વનો વારો આવે છે. આ રીતે નવ દિવસમાં પૂજાનારી દેવીઓના રૂપમાં આપણા જીવનના દરેક પહેલુ જોડાયેલા છે. નવરાત્રિમાં પ્રતીકાત્મક રૂપથી આપણા જીવનનો દરેક તબક્કો ઉત્સવના રૂપમાં મનાવાય છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે, કાલી અને લક્ષ્મીની સવારી ધરતી પર છે, પરંતુ સરસ્વતીની સવારી સપાટી પર તરતા હંસ પર છે. તે દર્શાવે છે કે, શક્તિ અને ધન મેળવવું સરળ છે, પરંતુ જ્ઞાન મેળવવું સરળ નથી. જ્ઞાન આપણને ત્યારે મળે છે, જ્યારે આપણે જીવન પ્રત્યે સંપૂર્ણ જાગૃત હોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mH40e4
via IFTTT
No comments:
Post a Comment