
દિલ-ઓ-દિમાગમાં કામથી કામનું જુનૂન રાખવા વાળા દેવ આનંદ સાહેબ આજે ભલે આપણી વચ્ચે નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહિ. દેવનો જન્મદિવસ 26 સપ્ટેમ્બરે અને મારા 23 સપ્ટેમ્બરે આવે છે. જ્યારે પણ અમે લોકો મળતા ત્યારે તેઓ કહેતા હતા કે આપણા વચ્ચે ત્રણ જ દિવસનો ગેપ છે. જન્મદિવસ પર તેમની માટે ફુલ-પુષ્પગુચ્છ આવતા હતા. તેઓને બસ ફિલ્મ બનાવવાનો શોખ હતો. ભલે તે ફિલ્મ ચાલે કે ન ચાલે તેમને કો ફર્ક પડતો નહિ. તેઓએ જે વિચાર્યું તે તે જ બનાવતા હતા. હા, પણ જ્યારે અન્ય પ્રોડ્યુસર્સની ફિલ્મ ન ચાલે તો તેઓ દુ:ખી થઇ જતા હતા. તેમને લાગતું કે બર્બાદ થઇ ગયા. દેવ કહેતા કે ‘ અમે તો ગુરદાસપુરથી ચાર આના લઇને આવ્યા હતા.’ મને યાદ છે કે જ્યારે હરે રામ હરે કૃષ્ણની શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે સિનેમેટોગ્રાફર ફલી મિસ્ત્રી મને કહી રહ્યા હતા કે અરે યાર, આ આદમી એટલો વૃદ્ધ થઇ ગયો પરંતુ નજીકથી એવી રીતે પસાર થતો કે જાણે હવા પસાર થઇ. શોટના સમયે અમે વાત જ કરી રહ્યા હતા ત્યાં સુધીમાં તો દેવ સાહેબ પહાડના શીખર સુધી પહોંચી ગયા હોય અને કહે ‘ફલી મિસ્ત્રી, કમ ઓન કમ ઓન, શૂટ ફ્રોમ હિયર’
ઉંમરને લઇને હંમેશા કહેતા કે આ તો એક નંબર માત્ર છે. ક્યાં એજ અને ક્યાં વૃદ્ધત્વ. વર્કિંગ ઇઝ વર્કિંગ. મને યાદ છે એક વખત છોકરી તેમની પાસે ઓટોગ્રાફ લેવા આવી. તેણે કહ્યુ ‘અંકલ, મને ઓટોગ્રાફ આપો.’તેઓએ કીધુ ‘વ્હોટ ઇઝ અંકલ, આઇ એમ બ્રધર ઔર કુછ’ તે બાળકી ડરી ગઇ., પછી ત્યારબાદ તેઓએ ઓટોગ્રાફ આપ્યો.
થિયેચરમાં તેમની ફિલ્મ લાગતા જ છોકરીઓ કોલેજથી ગાયબ થઇ જતી. હું શિમલામાં ભણતો હતો. ત્યારે જાતે જેેેેોયું તે દેવ સાહેબની ફિલ્મો તે દિવસોમાં કોલેજથી વધુ છોકરીઓ થિયેટરમાં હોય છે. છોકરાઓથી વધારે છોકરીઓ ફેન હતી. તે મને પ્રેમો કહીને બોલાવતા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mQ9iUc
via
IFTTT
No comments:
Post a Comment