પિતાના જન્મદિવસ પર તેમને ચાહવા વાળા મળવા આવતા હતા. કોઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

પિતાના જન્મદિવસ પર તેમને ચાહવા વાળા મળવા આવતા હતા. કોઇ

પિતાના જન્મદિવસ પર તેમને ચાહવા વાળા મળવા આવતા હતા. કોઇ ગિફ્ટ, કોઇ ફુલ, કોઇ પુષ્પગુચ્છ તો કોઇ મોટી ઘડિયાળો, કેમેરા, પેન વિગેરે લઇને આવતા હતા. પાલી હિલ સ્થિત નવકેતન સ્ટૂડિયોની સામે બે કિમી સુધી હજારો ફેન્સની લાઇન લાગતી હતી. તેઓને સારી વસ્તુઓનો શોખ હતો. પણ ક્રેઝી ન હતા. ફેન્સને જ સૌથી મોટી ગિફ્ટ માનતા હતા. તેમના જન્મદિવસે એકસ્ટ્રા સિક્યુરિટી બોલાવવી પડતી હતી. જન્મદિવસે પિતા 12-1 વાગ્યા સુધી ઘરે જ રહેતા હતા. ફેમિલીની સાથે સમય વિતાવતા હતા. જન્મદિવસથી બે-ત્રણ દિવસ પહેલા ફેમિલી મેમ્બર, મેનેજર, સિક્યોરિટી બધાને બોલાવીને યાદ આપી દેતા કે મારા જન્મદિવસ પર લોકો મળવા આવશે. બધાને આવવા દેજો. કોઇને રોકતા નહિ. કોઇને રોકતા નહિ. હું બધાનો છું. ડેડને દુનિયાએ ક્યારેય દુ:ખી નથી જોયા. હંમેશા આગળનું વિચારતા હતા. તે દિવસોમાં બોલીવુડમાં ત્રણ સિતારા હતા. જેમાં એક મારા પિતા, રાજ કપૂર અને દિલીપ સાહેબ હતા. આ ત્રણેયમાં હેલધી કોમ્પિટીશન અને જબરદસ્ત ભાઇચારો હતો. ચા પીવા એકબીજાના ઘરે જતા હતા. મારા પિતાની ઇચ્છા હતી કે એક હોલીવુડ ફિલ્મ બનાવું. તેઓ આ પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. પરંતુ તેઓ આવું ન કરી શક્યા. આજે તેમની ઇચ્છામાં આગળ વધી રહ્યો છું. હોલીવુડ ફિલ્મ ‘વાગાતોર બીચ’ બનાવીને તેમના સપના પુર્ણ કરવામાં લાગેલો છું .આ નામથી ગોવામાં એક મશહુર બીચ છે. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરવાની સાથે ડાયરેક્ટ પણ કરી રહ્યો છું. મારા પિતા રજાને સમયની બર્બાદી માનતા હતા. ત્યાં સુધી કે અમને પણ રજા લેવા દેતા ન હતા. એક ફિલ્મ પછી બીજી ફિલ્મનું આયોજન શરૂ કરી દેતા હતા. તેઓ કહેતા કે સમય કિંમતી છે. આ પરત નહિ આવે. તેઓ ત્રણ-ચાર દિવસની રજા લેતા તો કામની માટે લેતા હતા. રજાઓમાં તેઓ મહાબલેશ્વર જતા હતા. ત્યાં નવા આઇડિયા વિશે વિચારતા અને સ્કિપ્ટ લખતા હતા. હું પહેલી વાર બાળપણમાં ફિલ્મ ‘તેરે ઘર કે સામને’ ફિલ્મના સેટ પર તેઓની સાથે જતો. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મની શૂટિંગ ‘મહબૂબ સ્ટૂડિયો’માં થઇ રહી હતી. ઘર પર તો તેમને જોઉં જ છું. પરંતુ સેટ પર જઇને તેમને કર્મયોગીના રૂપમાં જોયા. સેટ વિગેરે જોઇને હું ચકિત થઇ ગયો. ત્યાં તેમનો પર્સનલ મેકઅપ રૂમ હતો. તેઓએ મને મેકઅપ, લાઇટિંગ વિગેરે વિશે જણાવ્યું. કલાકારો અને વર્કરોને મળ્યો. જ્યારે તેમનું રિહર્સલ શરૂ થતું. ત્યારે હું કિનારે બેસીને જોતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2netZJM
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here