ઉમેજ ગામે બપોરે 2 કલાકમાં 2 ઇંચ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ઉમેજ ગામે બપોરે 2 કલાકમાં 2 ઇંચ

ઊનામાં બુધવારે પણ વરસાદ શરૂ રહયો હતો અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઊનાનાં ઉમેજ ગામે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે સામતેર અને કાણેકબરડામાં 1 ઇંચ તેમજ પડાપાદર, વાવરડા, ભડીયાદર અને પાતાપુર ગામે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે સનખડા અને ગાંગડા અને ખત્રીવાડામાં વરસાદી ઝાપટા પડયા હતાં.આ વર્ષે વરસાદ મન મુકીને વરસી પડયો હોય તેમ હજુ ભાદરવામાં પણ ભારે વરસાદ જોવા મળે છે. જોકે હાલનો સમય તડકાનો કહેવાય છે પરંતુ અડધો દિવસ તડકો તો અડધો દિવસ વરસાદી વાતાવરણ રહે છે તો કયારેક ઓચિંતો વરસાદ વરસી પડે છે અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળી રહયું છે. ત્યારે ઊનાનાં ઉમેજ ગામે બુધવારે બપોરનાં 2 કલાકમાં 2 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો હતો. તો બીજી તરફ સામતેર, કાણેકબરડા અને ઉમેજ ગામે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે પડાપાદર, વાવરડા, ભડીયાદર અને પાતાપુર ગામે અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. આમ બુધવારે પણ વરસાદી માહોલ રહયો હતો. પણ અત્રે ઉલ્લેખનિય છે કે, વરસાદનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો જતો રહે છે. અને જેનાંક ારણે લોકોને રાત્રીનાં અંધારામાં રાત વિતાવી પડે છે એટલું જ નહીં સવારે પણ વીજળી ગુલ જઇ જતાં લોકોને પુરો દિવસ લાઇટ વગર કાઢવો પડે છે. તો બીજી તરફ જંગલ નજીકનાં ગામોમાં રાત્રીનાં લાઇટ વહયા જવાનાં કારણે રાની પશુઓનો ભય સતાવતો હોય છે. ત્યારે ખરેખર પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી થઇ છે કે કેમ તે પ્રશ્ન ઉભો કરે છે. વારે વારે લાઇટ જતી રહેવાને કારણે લોકોમાં પીજીવીસીએલ કર્મચારીઓ સામે પણ રોષ જોવા મળ્યો હતો.

મોટા સમઢીયાળા ગામે વીજળી પડી

મોટા સમઢીયાળા ગામે અજયભાઇ હિંમતભાઇ મોણપરનાં ખેતરમાં વીજળી પડતાં ખેતરમાં ઉભેલો કપાસનો પાક બળી ગયો હતો. જોકે કોઇ અન્ય જાનહાની ન થતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ કડાકા ભડાકા સાથે વરસાદ પડવા લાગે છે. જયેશ ગોંધીયા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 2 inches in 2 hours in the noon village 062650


from Divya Bhaskar https://ift.tt/2netXl8
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here