નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં ભાગેડુ જાહેર હીરા વેપારી મેહુલ ચોકસી વિરુદ્ધ ગુજરાતના જ્વેલર્સ દિગ્વિજય સિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જાડેજાએ કહ્યું કે મેહુલ ચોકસીએ તેમની સાથે 108 કિલો સોનાની છેતરપિંડી કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તાના વડપણ હેઠળની બેંચે શુક્રવારે અરજીની સુનાવણી કરી, કોર્ટે અરજદારને મેહુલને જારી કરાયેલી નોટિસ અખબારમાં છપાવવાની પરવાનગી પણ આપી છે.
મેહુલે અટેચ નહીં કરાયેલી સંપત્તિ ‘સુરક્ષિત’ રાખવા વિનંતી કરી
જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમે અખબારોમાં વાંચ્યું છે કે મેહુલ ચોકસી એન્ટિગુઆમાં છે અને તેને પરત લાવવાના પ્રયાસો જારી છે. કોર્ટે મેહુલ સામેની નોટિસ તેના ઘરે ચોંટાડવા અને તેને અખબારોમાં છપાવવા પણ કહ્યું છે. મેહુલ ચોકસીએ મની લોન્ડરિંગ કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટને કહ્યું કે તેની કંપની ગીતાંજલિથી વેપારના રુપમાં 8000 કરોડ મળવાના છે. તે રકમથી બેન્ક લોન ચૂકવી શકું છું. મેહુલે કોર્ટને તેની અને ગીતાંજલિની અટેચ નહીં કરાયેલી સંપત્તિ ‘સુરક્ષિત’ રાખવા ઇડીને આદેશ આપવાની વિનંતી કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nRVDfZ
via IFTTT
No comments:
Post a Comment