ફેસબુક પર હવે બીજા યુઝર્સની લાઈક્સની સંખ્યા જોવા નહીં મળે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

ફેસબુક પર હવે બીજા યુઝર્સની લાઈક્સની સંખ્યા જોવા નહીં મળે

સિડની: ફેસબુક પર હવે બીજા યુઝર્સ અન્ય કોઈ યુઝર્સની પોસ્ટને મળેલી લાઈક્સની સંખ્યા, અન્ય પ્રતિક્રિયા અને વીડિયોના વ્યૂઝ જોઈ નહીં શકે. ફેસબુકે પ્રાયોગિક ધોરણે ઓસ્ટ્રેલિયામાં લાઈક્સની સંખ્યા છૂપાવવાની શરૂઆત પણ કરી દીધી છે. હાઈડ ફીચર લાગુ થવાથી યુઝર માત્ર પોતાની પોસ્ટની લાઈક્સ અને પ્રતિક્રિયા જોઈ શકશે. આ અંગે ફેસબુકે કહ્યું કે દુનિયાભરમાં વધેલા સામાજિક દબાણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી આ પ્રયોગ કરાઈ રહ્યો છે. કંપની એવું ઇચ્છતી નથી કે ફેસબુક પર કોઈ પ્રતિસ્પર્ધા જેવું અનુભવે. આ ફીચરથી એવા લોકોને ફાયદો થશે કે જેઓ ઓછી લાઈક્સ મળવાથી અથવા તો પોસ્ટથી હેરાન-પરેશાન થતા હોય છે. એક સંશોધનમાં જણાવ્યું હતું કે ફેસબુક પોસ્ટ પર ઓછી લાઇક્સ મળવાથી ઘણા પોતાની પોસ્ટ ડિલીટ કરી દેતા હતા. ફેસબુક આવા લોકોને નવો અનુભવ આપવા માગે છે.

કેનેડામાં ઇન્સ્ટાગ્રામથી પ્રયોગ શરૂ
કેનેડામાં ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો આ પ્રયોગ હવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને અન્ય અગ્રણી દેશોમાં શરૂ કરાઈ ચૂક્યો છે. ફેસબુકે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. જો કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ખાસિયત અલગ છે. આ પ્રયોગથી અમને અલગ-અલગ આંકડા જોવા મળશે. જો કે કંપનીએ આ પ્રયોગ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે કંઈ જણાયું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2o0p5kb
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here