સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે સિલેક્ટર્સે મહિલા ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત કરી. દ.આફ્રિકા વિરુદ્ધની મેચો માટે સિલેક્ટ કરવામાં આવેલી ટીમ જ વિન્ડીઝ જશે. મિતાલી રાજને વન-ડે જ્યારે હરમનપ્રિત કોરને ટી-20ની કેપ્ટન જાહેર કરાઈ છે. વન-ડે ટીમમાં 16મી ખેલાડી તરીકે સુષમા વર્માને સ્થાન મળ્યું છે. વિન્ડીઝ પ્રવાસ 1 નવેમ્બરથી શરૂ થશે. ટીમ ત્યાં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમશે. વિન્ડીઝ પ્રવાસના કારણે હરમનપ્રીત કોર, સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગેજ મહિલા બિગ બેશ લીગમાં નહીં રમે.
વનડે ટીમ: મિતાલી રાજ, હરમનપ્રીત, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ, દિપ્તી શર્મા, પૂનમ રાઉત, હેમલતા, ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાજેશ્વરી ગાયકવાડ, તાનિયા ભાટિયા, પ્રિયા પૂનિયા, સુષ્મા વર્મા.
ટી -20 ટીમ: હરમનપ્રીત, મંધાના, રોડરીગ્ઝ, શેફાલી વર્મા, હરલીન, દિપ્તી, તાનિયા, પૂનમ, રાધા, વેદ કૃષ્ણમૂર્તિ, અનુજા પાટીલ, શિખા, પૂજા વસ્ત્ર્રકર, માનસી, અરુણાધતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nYEYHN
via IFTTT
No comments:
Post a Comment