નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે કેરળના કોચીના કાંઠે બનેલા મરદુ ફ્લેટ 138 દિવસમાં તોડી પાડવાનો આદેશ આપ્યો છે. 4 એપાર્ટમેન્ટના આ કોમ્પ્લેક્સમાં લગભગ 350 પરિવારો રહે છે. સુપ્રીમકોર્ટે કેરળ સરકારને આદેશ આપ્યો છે કે દરેક ફ્લેટ માલિકને 4 સપ્તાહની અંદર વચગાળાના વળતર તરીકે 25-25 લાખ ચૂકવવામાં આવે. ફ્લેટ તોડી પાડવાની કાર્યવાહી પર નજર રાખવા અને વળતરના મૂલ્યાંકન માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની એક સભ્યની સમિતીની રચના કરવાનો પણ આદેશ કરાયો છે.
સંવેદનશીલ કાંઠા વિસ્તારમાં નિર્માણ થવું જોઈએ નહીં
જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે કોચીના કાંઠે ગેરકાયદે નિર્માણમાં સામેલ બિલ્ડર અને પ્રમોટરોની સંપત્તિ જપ્ત કરવા પણ કહ્યું છે. હવે પછીની સુનાવણી 25 ઓક્ટોબરે થશે. બેન્ચે કહ્યું કે સંવેદનશીલ કાંઠા વિસ્તારમાં નિર્માણ થવું જોઈએ નહીં. દેશની આ પ્રથમ ચિંતા છે. કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલો આ મામલો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mtyAYv
via IFTTT
No comments:
Post a Comment