મુંબાદેવીના નામે જ શહેરનું નામ મુંબઈ, ભીડ એટલી કે 7થી 8 કલાકે થઈ રહ્યાં છે દર્શન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, September 30, 2019

મુંબાદેવીના નામે જ શહેરનું નામ મુંબઈ, ભીડ એટલી કે 7થી 8 કલાકે થઈ રહ્યાં છે દર્શન

મુંબઈ | નવરાત્રિમાં મુંબાદેવીના દર્શનનો મહિમા છે. આ વખતે પાંચ લાખ શ્રદ્ધાળુ આવે તેવી આશા છે. પહેલા દિવસે 1 લાખ શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે. નવરાત્રિ પહેલા જ મંદિર સમિતિએ તમામ વ્યવસ્થા પૂરી કરી લીધી છે. પહેલીવાર મંદિરના મુખ્યભવન (દરબાર)માં સેન્ટ્રલ એસી લગાવાયું છે. પંડિતોની સંખ્યા પણ વધી છે. આ સાથે 500થી વધુ સુરક્ષાકર્મી અને સ્વયંસેવકો શ્રદ્ધાળુઓની મદદ માટે મોજુદ છે. મુંબઈથી વિનોદ યાદવનો રિપોર્ટ.

દર શનિવારે અંબાણી પરિવારના સભ્ય દર્શન કરવા આવે છે

નવરાત્રિમાં નવવિવાહિત લોકો મુંબા દેવીના દર્શનાર્થે આવે છે

મુંબઈને મામા મારિચની નગરી પણ કહે છે. રાવણના મામા મારિચ માયાવી હતા. મુંબઈને માયાનગરી કહેવાનું આ પણ એક કારણ છે. આ નગરીની કુળદેવી મુંબાદેવી છે. તેમના નામે જ આ શહેરનું નામ મુંબઈ પડ્યું છે. દર શનિવારે અંબાણી પરિવારનો કોઈ સભ્ય મુંબાદેવીના દર્શને આવે છે. મુંબાદેવી મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક હેમંત જાધવ કહે છે કે, નવરાત્રિમાં ઉમટતા શ્રદ્ધાળુઓની ભીડને અસુવિધા ના થાય, એ માટે મંદિર પરિસર નજીક વધુ એક પંડાલ બનાવાયો છે. આ વખતે 500થી વધુ સુરક્ષાકર્મી અને એટલા જ સ્વયંસેવકો મંદિર પરિસરમાં હાજર છે, જે તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરક્ષા તપાસ આ વખતે ત્રણ સ્તરમાં છે. શ્રી મુંબાદેવી વેપારી એસોસિયેશનના મહામંત્રી ઓમપ્રકાશ મિશ્રાએ કહ્યું કે, 10થી 12 હજાર શ્રદ્ધાળુ મુંબાદેવી આવે છે, પરંતુ નવરાત્રિમાં આ સંખ્યા વધીને રોજની 50 હજારથી એક લાખ થઈ છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, શ્રદ્ધાળુઓને ઝડપથી દર્શન મળે. સામાન્ય રીતે, નવરાત્રિમાં 7થી 8 કલાક પછી દર્શન મળે છે. આ વર્ષે પણ પંચમીએ દીપ મહોત્સવ ઊજવાશે. આ સિવાય અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રખાયા છે. મિશ્રાના કહેવા પ્રમાણે, મંદિર સમિતિ, વેપારી સંઘ અને સ્વયંસેવકો આ નવ દિવસમાં શ્રદ્ધાળુઓની મદદ માટે હાજર રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2n3cNaF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here