શનિ રવિવારે સતત બે દિવસ વરસાદ રહ્યો હતો. વરસાદને કારણે રાસ રમવાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા પ્રથમ નોરતે આયોજન કેન્સલ કરવામાં આવ્યું હતું. જેને કારણે ખેલૈયાઓ નિરાશ થયા હતા, પણ સોમવારે તડકો નીકળતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. ખાસ કરીને ખેલૈયાઓના જીવમાં જીવ આવ્યો હતો. જોકે હવામાન ખાતાની આગાહી મુજબ આજે હજુ વરસાદની આગાહી છે. જ્યારે કાલથી વરસાદ વિરામ લેશે. જોકે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો.
હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્ર પર જે લો પ્રેશર હતું તે કચ્છના અખાત પર પહોંચ્યું છે. હજુ આજનો દિવસ વરસાદ એ સિસ્ટમ મુજબનો રહેશે. જ્યારે કાલે બુધવારથી સીબી ક્લાઉડનો વરસાદ રહેશે. જ્યાં વાદળો હશે ત્યાં જ વરસાદ રહેશે.
એક બે વિસ્તારમાં જ આ વરસાદી ઝાપટાં હશે. સોમવારે વરસાદ વિરામ લેતા ખેલૈયાઓ સજી ધજીને ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને મનભરીને રાસ લીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o3PmhC
via IFTTT
No comments:
Post a Comment