રેવન્યૂ વધવા સાથે સાથે બાઇટડાન્સે જૂનમાં નફો પણ હાંસલ કર્યો છે. કંપનીના અધિકારીએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું કે, કંપનીને આશા છે કે, બીજા છ માસિકમાં નફો થશે. કંપનીએ પહેલા પૂરા વર્ષ માટે 10 હજાર કરોડ યુઆનનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ પહેલા છ માસમાં જ પ્રોત્સાહક પરીણામો બાદ હવે આ લક્ષ્યાંક વધારી 12 હજાર કરોડ યુઆન કરાયું છે. ઓનલાઇન ટેક ન્યૂઝ આઉટલેટ ધ ઇન્ફોર્મેશનના જણાવ્યા અનુસાર 2018ના પુરાં વર્ષમાં બાઇટડાન્સને 720 (આશરે 51 હજાર કરોડ રૂપિયા) કરોડ ડોલરની રેવન્યૂ થઇ છે. આ રીતે કંપનીએ આ વર્ષના પ્રથમ છ માસમાં જ પાછલાં સમગ્ર વર્ષની રેવન્યૂના આંકડાઓની બરાબરી કરી લીધી છે. બાઇટડાન્સે તેની ઉપર કોઇ સત્તાવાર ટિપ્પણી નથી કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગલાં વર્ષે તેની વેલ્યૂ 7800 કરોડ ડોલર (આશરે રૂ. 5.5 લાખ કરોડ) હતી. કંપની પાસે જિનરી ટોટિનો (આજની હેડલાઇન) અને ટીક ટોકનું ચાઇનીસ વર્ઝન ડોઉયિન પણ છે. કંપનીની મહત્તમ રેવન્યૂ ચીનમાંથી જ થાય છે. ચીનમાં ડોયુડિન વિજ્ઞાપન ફીના સ્વરૂપમાં રેવન્યૂ મેળવે છે. જ્યારે ટિક ટોક હજી પૈસા કમાવાના મામલે શરૂઆતી તબક્કામાં છે.
બાઇટડાન્સને સંખ્યાબંધ અન્ય ચાઇનીસ ટેક કંપનીઓની મજબૂત હરીફ માનવામાં આવે છે. તેમાં સોશિયલ મિડિયા અને ગેમિંગ જાયન્ટ ટેનસેંટ હોલ્ડિંગ્સ, સર્ચ એન્જિન કંપની બાયડૂ પણ શામેલ છે. બાઇટડાન્સના તમામ એપ મળીને દૂનિયાભરમાં 150 કરોડ માસિક એક્ટિવ યુઝર્સ ધરાવે છે. રોજના એક્ટીવ યુઝર્સની સંખ્યા 70 કરોડ છે. ગત વર્ષે બાઇટડાન્સે એક સર્ચ એન્જિન પણ લોન્ચ કર્યું હતું. તેની સાથે ચીની ભાષાનું વિકિપિડિયા માનવામાં આવતી વેબસાઇટ બાઇકી.કોમને પણ હસ્તગત કરી છે. કંપની હવે પેઇડ મ્યુઝિક એપ લાવવાની યોજના ઉપર પણ કામ કરી રહી છ. આવી આક્રમક રણનીતિ હેઠળ બાઇટડાન્સના સ્ટાફની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હાલમાં કંપની પાસે કુલ 50 હજાર કર્મચારી છે. ગત વર્ષે આ સંખ્યા 40 હજારની હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nf4kBa
via IFTTT
No comments:
Post a Comment