2 મિત્રો 20 હજાર કિ.મી. સાઈકલ ચલાવી વર્લ્ડ કપ માટે પહોંચ્યા, 27 દેશમાંથી પસાર થયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, September 30, 2019

2 મિત્રો 20 હજાર કિ.મી. સાઈકલ ચલાવી વર્લ્ડ કપ માટે પહોંચ્યા, 27 દેશમાંથી પસાર થયા

જાપાનમાં 20 સપ્ટેમ્બરથી રગ્બી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જે 2 નવેમ્બર સુધી ચાલશે. રગ્બી માટે યુરોપિયન દેશોમાં ઘણો ક્રેઝ છે. 2 મિત્રો જેમ્સ ઓવન્સ અને રોન રુટલેન્ડ પણ રગ્બીના મોટા ફેન છે. તેઓ રગ્બી વર્લ્ડ કપ જોવા માટે લંડનથી જાપાન પહોંચ્યા છે. બંનેની આ મુસાફરી ઘણી રોમાંચક રહી. જેમ્સ અને રોને 20,093 કિ.મી.ની સાઈક્લિંગ કરી આ મુસાફરી પૂર્ણ કરી. 230 દિવસની આ મુસફરી કરી તેઓ લંડનથી જાપાન 27 દેશોમાંથી પસાર થઈ પહોંચ્યા હતા.

આ મુસાફરી દરમિયાન બંનેએ અમુક ભંડોળ પણ ભેગું કર્યું હતું, જેમાં 59 લાખ રૂપિયા છે. આ રમક તેઓ બાળકોના અભ્યાસ માટે દાન કરશે. જેમ્સે કહ્યું કે,‘પ્રારંભિક દિવસોમાં સાઈક્લિંગ અને ફિટનેસનું મહત્ત્વ જણાવનાર અમારા કોચ માટે આ મોટી જીત છે. અમે નહોતો ઈચ્છતા કે અમારી મહેનત માત્ર અમારા પુરતી રહે તેથી અમે તેની સાથે એક સારા કામને જોડ્યું. ભંડોળ ભેગું કર્યું અને હવે તે બાળકો માટે દાન કરીશું. તેનાથી અમારી ફેવરિટ રમત રગ્બીનો પ્રચાર પણ થશે.’

જેમ્સ અને રોન ફેબ્રુઆરીમાં લંડનથી નીકળ્યા હતા. હવે સપ્ટેમ્બરમાં તેઓ જાપાન પહોંચ્યા છે. જેમ્સના પિતા રોનીના ફેમિલી ડૉક્ટર છે. આ કારણે તેઓ મિત્ર બન્યા. જ્યારે વર્લ્ડ કપમાં સોમવારે રમાયેલી મેચમાં સ્કોટલેન્ડે સામોઆને 34-0થી હરાવ્યું હતું.

રગ્બી વર્લ્ડ કપ જાપાનમાં યોજાઈ રહ્યો છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 2 friends 20 thousand km cycling arrived for the world cup passing through 27 countries 062647


from Divya Bhaskar https://ift.tt/2mqzVzo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here