
મોસ્કો | રશિયાની રાજધાની મોસ્કોમાં વિપક્ષે સ્થાનિક સંસ્થાનોની ચૂંટણી ફરીવાર યોજવાની માગ કરી રેલી યોજી હતી. આયોજકોએ દાવો કર્યો કે રેલીમાં 26 હજાર લોકો જોડાયા હતા. તેમણે પોતાના 2000 સાથીઓને મુક્ત કરવાની માગ કરી હતી. આ લોકોની આ મુદ્દે જ જુલાઈની રેલી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ખરેખર ત્યારે ચૂંટણીપંચે વિપક્ષના અમુક ઉમેદવારોને નકલી સહી કરવાના આરોપમાં ગેરલાયક ઠેરવ્યા હતા. મોસ્કો સ્થાનિક સંસ્થાનોની ચૂંટણી 22 દિવસ પહેલાં યોજાઈ હતી. ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની પાર્ટી યુનાઇટેડ રશિયા જીતી હતી પણ 2014ની ચૂંટણીના મુકાબલે તેની એક તૃતીયાંશ બેઠકો ઘટી ગઈ હતી. પુટિનની પાર્ટી 45માંથી 26 બેઠક જીતી શકી હતી. મુખ્ય વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટીએ 13 બેઠક જીતી હતી. બે અન્ય વિપક્ષી દળોના 3-3 ઉમેદવાર જીત્યા હતા. એટલું જ નહીં મોસ્કો સિટી વિધાનસભા સીટ પરથી પણ પુટિનની પાર્ટી હારી ગઈ હતી. આ પરિણામોને પુટિનની હાર તરીકે જોવાઈ રહ્યાં છે. ગત વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી નેતા એલેક્સાઈજ નવાલનીને પ્રતિબંધિત કરાયા હતા.
તસવીર રશિયાની રાજધાની મોસ્કોની છે. લોકોએ અહીં શાંતિપૂર્ણ રેલી યોજી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mwJ7m0
via
IFTTT
No comments:
Post a Comment