ઊનાનાં ઉમેજ ગામમાં બપોરે 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

ઊનાનાં ઉમેજ ગામમાં બપોરે 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ

ઊનામાં બુધવારે પણ વરસાદ શરૂ રહયો હતો અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઊનાનાં ઉમેજ ગામે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે સામતેર અને કાણેકબરડામાં 1 ઇંચ તેમજ પડાપાદર, વાવરડા, ભડીયાદર અને પાતાપુર ગામે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે સનખડા અને ગાંગડા અને ખત્રીવાડામાં વરસાદી ઝાપટા પડયા હતાં.

આ વર્ષે વરસાદ મન મુકીને વરસી પડયો હોય તેમ હજુ ભાદરવામાં પણ ભારે વરસાદ જોવા મળે છે. જ્યારે ખંભાળિયામાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. હાલમાં અડધો દિવસ તડકો તો અડધો દિવસ વરસાદી વાતાવરણ રહે છે તો કયારેક ઓચિંતો વરસાદ વરસી પડે છે. ત્યારે ઊનાનાં ઉમેજ ગામે બુધવારે બપોરનાં 2 કલાકમાં 2 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો હતો. જ્યારે સામતેર, કાણેકબરડા અને ઉમેજ ગામે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે પડાપાદર, વાવરડા, ભડીયાદર અને પાતાપુર ગામે અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. આમ બુધવારે પણ વરસાદી માહોલ રહયો હતો. પણ વરસાદનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો જતો રહે છે. અને જેનાંક ારણે લોકોને રાત્રીનાં અંધારામાં રાત વિતાવી પડે છે એટલું જ નહીં સવારે પણ વીજળી ગુલ જઇ જતાં લોકોને પુરો દિવસ લાઇટ વગર કાઢવો પડે છે. જંગલ નજીકનાં ગામોમાં રાત્રીનાં લાઇટ વહયા જવાનાં કારણે રાની પશુઓનો ભય સતાવતો હોય છે. ત્યારે ખરેખર પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી થઇ છે કે કેમ તે પ્રશ્ન ઉભો કરે છે. તેમજ લાઇટ જતી રહેવાને કારણે લોકોમાં પીજીવીસીએલ સામે રોષ જોવા મળ્યો હતો.

મોટા સમઢિયાળા ગામે ખેતરમાં વીજળી પડી

મોટા સમઢીયાળા ગામે અજયભાઇ હિંમતભાઇ મોણપરનાં ખેતરમાં વીજળી પડતાં ખેતરમાં ઉભેલો કપાસનો પાક બળી ગયો હતો. જોકે કોઇ અન્ય જાનહાની ન થતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2mKbLQe
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here