
નવી દિલ્હી| સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (એસએમઈ) પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓ માટે મેઈન બોર્ડમાં ટ્રાન્સફર થવાના નિયમો સુધારી હળવા કર્યા છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર, એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટેડ જે કંપનીઓની માર્કેટ કેપ 25 કરોડ હશે તેને મેઈન બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મેઈન બોર્ડમાં માઈગ્રેટ થવાની અરજી કર્યાની તારીખથી છેલ્લા 20 દિવસના ટ્રેડિંગ સેશનમાં કંપનીની માર્કેટ કેપ 25 કરોડની હોવી જરૂરી છે. તેમજ કંપનીની પોસ્ટ ઈશ્યૂ કેપિટલ 10 કરોડ હોવી જોઈએ. તદુપરાંત તેના ડિરેક્ટર્સ કે પ્રમોટર્સ પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ કે ડિફોલ્ટ કેસ ચાલતો હોવો જોઈએ નહીં. હાલ કંપનીઓની પોસ્ટ ઈશ્યૂ પેઈડઅપ કેપિટલ 10 કરોડથી વધુ અને 25 કરોડથી નીચે હોય તો તે મેઈન બોર્ડમાં લિસ્ટેડ કરાવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33rGt0C
via
IFTTT
No comments:
Post a Comment