કોંગ્રેસે દેશને બરબાદ કર્યો, ભાજપનો વિકાસની રાજનીતિનો ‍ એજન્ડાઃ CM - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 15, 2019

કોંગ્રેસે દેશને બરબાદ કર્યો, ભાજપનો વિકાસની રાજનીતિનો ‍ એજન્ડાઃ CM

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને મુંબઇની 11 વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવતા મૂળ ગુજરાતી મતદાતાઓને રીઝવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ઉમેદવારો વતી ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.

મુંબઇમાં અંધેરી, વર્સોવા, કાંદીવલી, બોરીવલી, ઘાટકોપર, ભાંડુપ, દહીસર, ગોરેગાંવ, મુલુંડ જેવાં વિસ્તારોના મતદાતાઓમાં ગુજરાતી મતદાતાઓ નિર્ણાયક ગણાય છે.

રૂપાણીએ પ્રચારની શરૂઆત કરતા પૂર્વે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે અભિનેતા સન્ની દેઓલ સાથે મુલાકાત કરી હતી. રૂપાણીએ બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ન નેતા ન નીતિ છે. કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરીને, દેશને બરબાદ કર્યો છે. જયારે ભાજપ સરકારનો વિકાસની રાજનીતિનો ‍ એજન્ડા રહયો છે. દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્‍દ્ર ફડનવીસની સરકારે જનસમાજને મધ્યમ રાખીને વિકાસની હારમાળા સર્જી છે. વર્સોવાના ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન લવેકરના સમર્થનમાં આયોજિત જનસભાને સંબોધી હતી.

ત્યારબાદ તેમણે મુંબઈ ખાતે ભારત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુંબઇ ઇરલા ખાતે ગુજરાતી ફિલ્‍ અને રંગમચના કલાકારો, સાહિત્યકારો, લેખકો, સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક યોજી તેમને ભાજપના સમર્થનમાં મત આપવા તથા લોકોને તે માટે અપીલ કરવા જણાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - congress ruins country bjp39s development politics agenda cm 063028


from Divya Bhaskar https://ift.tt/32tPh6d
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here