ઊંઝામાં ઉમિયા માતાજીના સાનિધ્યમાં ડિસેમ્બરમાં યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞના ધાર્મિક પ્રસંગમાં રાજકીય રંગ પકડાઇ રહ્યો હોવાના મુદ્દે લક્ષચંડી પ્રચાર પ્રસાર સમિતિ મહેસાણા જિલ્લા કન્વીનર ડો. વિક્રમભાઇ પટેલે મંગળવારે રાજીનામું આપવાનો મામલો પાટીદારોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ઊંઝા ઉમિયાધામમાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ વચ્ચે મંગળવારે લક્ષચંડી યજ્ઞ પ્રચાર પ્રસાર સમિતિના મહેસાણા જિલ્લા કન્વીનર ર્ડા. વિક્રમભાઇ પટેલે હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના કહેવા મુજબ, ઉમિયા સંસ્થાનના વડીલોએ કાર્યક્રમની પ્રથમ મિટિંગમાં આ ધાર્મિક કાર્યક્રમ હોઇ તેમાં કોઇ રાજકારણ નહીં તેવી ખાતરી આપી હતી, પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી આ પ્રસંગ રાજકીય રંગ લઇ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nO9nZz
via IFTTT
No comments:
Post a Comment