
વિજય ઉપાધ્યાય, અયોધ્યા | સુપ્રીમ કોર્ટના સંભવિત ચુકાદા અને તે પહેલા દિવાળીને કારણે અયોધ્યા સુરક્ષાને લઈ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે. જોકે, અહીં હંમેશા હાઈસિક્યોરિટી હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી, ડીજીપી ઓ.પી.સિંહ સહિત અનેક મોટા અધિકારી અહીં આવી રહ્યા છે. અયોધ્યા 3 ઝોનમાં વહેંચાયું છે- રેડ, યલો અને બ્લુ ઝોન. રેડ ઝોનમાં વિવાદિત સ્થળની સુરક્ષા. સુરક્ષાદળ આધુનિક હથિયારો, વોચ ટાવર, ડ્રોન કેમેરા, સીસીટીવી સાથે સજ્જ છે. અયોધ્યામાં પ્રવેશવાના રસ્તા, ઘાટ અને સરયુ નદીના કિનારે દેખરેખ માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા લાગેલા છે. અયોધ્યામાં પ્રવેશના તમામ દ્વાર પર બેરિકેડ મૂકાય છે. પીએસીની 47 કંપની બોલાવાઈ છે. આવનારા દિવસોમાં 200 કંપની તહેનાત કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MgILtI
via
IFTTT
No comments:
Post a Comment