
સીરિયામાં કુર્દોના ગઢ પર તુર્કી દ્વારા 7 દિવસથી સતત હુમલા જારી રહ્યા, જેનાથી રોષે ભરાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી પર પ્રતિબંધો લાદવા આદેશ આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે ઉત્તર એરિયામાં નાટો દળોના આક્રમણના જવાબમાં અમેરિકા તુર્કીનું અર્થતંત્ર નષ્ટ કરવા માટે તૈયાર છે. તુર્કીના નેતા આ વિનાશકારી માર્ગે ચાલવાનું જારી રાખશે તો હું તેમનું અર્થતંત્ર બરબાદ કરી નાખીશ. હું એવો હંગામી આદેશ આપીશ કે સીરિયાને અસ્થિર કરવામાં યોગદાન આપનારા તુર્કીના અધિકારીઓ વિરુદ્ધ પ્રતિબંધ લાગુ કરી શકાય. ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે પણ ફોન પર વાત કરી અને તત્કાળ યુદ્ધવિરામ ની માગ કરી. બીજી તરફ તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે હુમલામાં 595 કુર્દ લડવૈયા માર્યા ગયા છે.
સીરિયામાં હુમલા બાદ અમેરિકાએ તુર્કી પર પ્રતિબંધો લાદયા
પ્રતિબંધોની અસર: 7 લાખ કરોડના વ્યાપાર પર સંકટ
અમેરિકાના પ્રતિબંધોથી તુર્કીની સ્ટીલ નિકાસ પર ટેક્સ 50 ટકા વધી જશે. નાણાકીય પ્રતિબંધો અને અમેરિકામાં પ્રવેશ પર રોક સહિત અન્ય પ્રતિબંધો લાગુ કરાશે. તદુપરાંત, અમેરિકા તુર્કી સાથે દર વર્ષે 7 લાખ કરોડ રૂ.ના વ્યાપાર અંગેનો કરાર રદ કરવા વાતચીત શરૂ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mmre3r
via
IFTTT
No comments:
Post a Comment