
રાફેલ મિંડર | બાર્સિલોના
સ્પેનમાં કેટેલોનિયાની આઝાદીની માગ કરી રહેલા 12 મોટા નેતાઓને સજા સંભળાવ્યા બાદ દેખાવા તીવ્ર થઇ ગયા. બાર્સિલોનામાં એક લાખ લોકોથી વધુ લોકોએ આખી રાત રેલીઓ યોજી. એરપોર્ટનો ઘેરાવ કર્યો. તેનાથી આશરે 100 ફ્લાઇટ્સ રદ કરવી પડી. દેખાવકારોએ રેલવેમાર્ગ અને રોડ વ્યવહાર પણ ઠપ કરી દીધો હતો. તેનાથી પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસા થઇ હતી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેટેલોનિયાના 12 નેતાઓને દેશદ્રોહના દોષી ઠેરવી 9થી 12 વર્ષની સજા સંભળાવી હતી. આ નેતાઓ પર આરોપ છે કે તેમણે કેટેલોનિયાના પૂર્વ નાયબ નેતા ઓરિયલ જંક્વેરાજ પણ સામેલ છે. કોર્ટે તેમને સૌથી વધુ 13 વર્ષની સજા કરી છે. ઓરિયલ અત્યારે બેલ્જિયમમાં નાર્વાસિત જીવન જીવી રહ્યા છે. કોર્ટે તેમની સામે નવુ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે.
કેટેલોનિયા આવું છે: કેટેલોનિયા આશરે 32108 ચો.કિમી ક્ષેત્રમાં ફોલાયેલું છે. તેની વસતી 76 લાખની છે. તે સ્પેનના કબજા હેઠળ છે. અહીં લોકો પોતાને સ્વતંત્ર સમુદાયના કહે છે. તેમના નેતાઓએ 2 વર્ષ પહેલાં કેટેલોનિયાને આઝાદ જાહેર કરી દીધું હતું.
એરપોર્ટનો ઘેરો, 100 ફ્લાઇટ્સ રદ, રોડ-રેલવે ટ્રાફિક પણ જામ
તસવીર બાર્સિલોનાની છે. પોતાના નેતાઓની સજાના વિરોધમાં લોકોએ મુખ્ય માર્ગો પર જામ કરી નાંખ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MiAeX1
via IFTTT
No comments:
Post a Comment