
કોણે રસ્તા પર પાર્ક કરી છે, અથવા તો નિયમોનું કોણ પાલન કરતું નથી તેની માહિતી મળશે. આથી સરકાર માટે શહેર પર નજર રાખવી અને તેની યોગ્ય દેખરેખ રાખવી સરળ બનશે. આ ટાવર પર કેમેરા, સ્ક્રીન, સોલાર પેનલ, વાઈફાઈ, ડ્રોન લેન્ડિંગ અને ચાર્જિંગ પોઈન્ટ, ઇવ્હિકલ ચાર્જિંગ પોઈન્ટ સહિત અનેક ટેકનિકને સેટ કરી શકાશે. ટાવર પર જ તમે ડ્રોનનો ડેટા પણ મેળવી શકશો. નાસિક, હેદરાબાદ સહિત 8 શહેરોમાં આ ટાવરને પાઈલટ પ્રોજેક્ટ તરીકે ઇન્સ્ટોલ કરાયા છે.
આ કન્સેપ્ટ બિલકુલ મોબાઈલ ફોન જેવો છે. એકવાર ફોન લીધા પછી તમે તેમાં અનેક એપ ડાઉનલોડ કરી શકો છો. દરેક એપ માટે તમારે નવો ફોન ખરીદવો પડશે નહીં. એવામાં ટાવર પણ પ્લેટફોર્મની જેમ કામ કરશે. મોબાઈલ કોંગ્રેસમાં પ્રથમવાર 5જીની સ્પીડ પણ દર્શાવાઈ હતી. ડેમો દરમિયાન નેટવર્ક પર સ્પીડ 1.91 જીબીપીએસની રહી હતી. એટલે કે એટલી સ્પીડમાં 1 જીબીની ફાઈલ ડાઉનલોડ કરવામાં 1 સેકન્ડથી પણ ઓછો સમય લાગશે. ડેમો એરિક્શન અને ક્વોલકોમે કર્યો હતો.
સ્માર્ટ પારણું જણાવશે કે બાળકે કેટલીવાર ગાઢ નિદ્રા લીધી
નાના બાળકને સૂવડાવવા અને રાતભર ખોળામાં લઈને તેને સુવડાવવું એ માતા-પિતા માટે કષ્ટભર્યું હોય છે. સ્માર્ટ પારણું બાળકને આંખ ખોલતાની સાથે જ એલર્ટ કરશે. એટલું જ નહીં તરત તેને હલાવવા પણ માંડશે. તે બાળકની સૂવાની ક્વોલિટી પણ ટ્રેક કરશે અને જણાવશે કે કેટલા સમય સુધી બાળક રાત્રે ગાઢ નિંદ્રામાં હતું. પારણાની ફ્રીકવન્સી માતા-પિતા પોતાની રીતે સેટ કરી શકશે. આ ઉપરાંત પારણામાં લગાવાયેલા સ્પીકર બાળક માટે સંગીત રેલાવશે. તેેમાં માતા-પિતા પોતાનો અવાજ પણ રેકોર્ડ કરી શકશે. તેની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MNnHd9
via IFTTT
No comments:
Post a Comment