ત્રણ મહિના સુધી કરી રોલની તૈયારી: તાપસી પન્નૂ


‘મેં આ ફિલ્મ માટે આશરે ત્રણ મહિના તૈયારી કરી હતી. અમારા કોચેસ હતા જે 60-65 વર્ષના હતા. સુનીતાજીએ અમને બોડી લેંગ્વેજની ટ્રેનિંગ આપી હતી. સૌથી પહેલા અમે ગામડાની મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામની ટ્રેનિંગ લીધી. તેના પછી તેમનું ડ્રેસિંગ સેન્સ, લેંગ્વેજ અને પછી શૂટિંગની ટ્રેનિંગ લીધી. આ દરમિયાન અમે દાદીઓના ઘરે જ એક મહિના સુધી રહ્યા હતા. અમારા મેકઅપને સ્પેશિયલ ઇફેક્ટ મેકઅપ કહેવામાં આવે છે. આ રેગ્યુલર પ્રોસ્થેટિક કરતા થોડું જુદું હતું. મેકર્સને જોઇતું હતું કે અમારા નાના-નાના એક્સપ્રેશન્સ પણ ન મરે એટલે રેગ્યુલર પ્રોસ્થેટિકનો ઉપયોગ ન કરવામાં આવ્યો. માર્ચ મહિના સુધી તો આ મેકઅપ સારો હતો પરંતુ એપ્રિલ આવતા-આવતા તો અમારી હાલત ખરાબ થઈ ગઈ. ગરમી અને પરસેવાના કારણે ઘણી વખત દિવસમાં ત્રણ વખત મેકઅપ ઉતારીને નવો લગાવવો પડતો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32hmr8S
via
IFTTT
No comments:
Post a Comment