બાબરે ઐતિહાસિક ભૂલ કરી હતી, તેને સુધારવાનો સમય: હિન્દુ પક્ષ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 15, 2019

બાબરે ઐતિહાસિક ભૂલ કરી હતી, તેને સુધારવાનો સમય: હિન્દુ પક્ષ

અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂરી કરીને સુપ્રીમકોર્ટ આજે જ ચૂકાદો અનામત રાખી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મંગળવારે આ પ્રકારનો સંકેત આપ્યો હતો. હિન્દુ પક્ષે બંધારણીય બેન્ચ સમક્ષ કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થાન પર મસ્જિદ બનાવીને મોગલ શાસક બાબરે ઐતિહાસિક ભૂલ કરી હતી. હવે સમય આવી ગયો છે કે કોર્ટ આ ભૂલ સુધારે. હિન્દુ પક્ષે એવું પણ કહ્યું હતું કે અયોધ્યામાં 50-60 મસ્જિદ છે. ત્યાં મુસ્લિમ ઇબાદત કરી શકે છે હિન્દુ ભગવાન રામનું જન્મસ્થળ બદલી શકે નહીં. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનની વારંવારની ટિપ્પણીને કારણે હિન્દુ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથન સાથે ઉગ્ર ટપાટપી થઈ હતી.

સુપ્રીમકોર્ટ લાઈવ

બંધારણીય બેન્ચે સવારે 11.45 વાગે સુનાવણી શરૂ કરી. સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું કે નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈનની માતાનું નિધન થયું છે. તેઓ બુધવારે પોતાની દલીલ કરશે. હિન્દુ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ કે. પરાસરને દલીલ કરી હતી. વાંચો લાઈવ કાર્યવાહી...

પરાસરન: ભગવાન રામના જન્મસ્થળ માટે હિન્દુઓએ લાંબા સમયથી સંઘર્ષ કર્યો છે. સદીઓથી અમારી આસ્થા છે કે ત્યાં રામનું જન્મસ્થળ છે. મુસ્લિમ મસ્જિદને વારસો ગણાવે છે. ભારતમાં તુર્ક, મોગલ, સિકંદર સહિત અનેક આક્રમણખોરો આવ્યા પણ આર્ય અહીં ટકી રહ્યાં. (મુસ્લિમ પક્ષના રાજીવ ધવને આ અંગે વાંધો લીધો, કહ્યું- પરાસરન નવી દલીલ કરે છે)

પરાસરન: આર્ય અહીંના મૂળ નિવાસી હતા. રામાયણમાં પણ સીતા પોતાના પતિ શ્રીરામને આર્ય કહે છે. આર્ય બહારના આક્રમણખોર કેવી રીતે હોઈ શકે?

ધવન: જે દલીલ રેકોર્ડમાં નથી તે કરી શકાય નહીં.

પરાસરન: બાબર જેવા વિદેશી આક્રમણખોરોને હિન્દુસ્તાનના ગૌરવશાળી ઇતિહાસ ખતમ કરવાની પરવાનગી આપી શકે નહીં. અયોધ્યામાં રામમંદિર નષ્ટ કરીને મસ્જિદ બનાવવી એ ઐતિહાસિક ભૂલ હતી. સુપ્રીમકોર્ટે હવે તે સુધારવી જોઈએ. બાબર જેવા આક્રમણખોર ભારત આવીને એવું કહી શકે નહીં કે હું સમ્રાટ છું અને હું કહું તે જ કાયદો છે. આપણે ત્યાં અનેક શક્તિશાળી શાસક આવ્યા પણ કોઈ હિન્દુ શાસકે બહાર જઈને કંઈ નષ્ટ કર્યું નથી. મુસ્લિમો માટે બધી મસ્જિદ સમાન છે. અયોધ્યામાં 50-60 મસ્જિદ છે. ત્યાં પણ નમાજ પઢી શકે છે. પરંતુ હિન્દુઓ માટે આ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તેને બદલી શકીએ નહીં.

ધવન: અયોધ્યામાં મંદિરો હજારોની સંખ્યામાં છે.

ચીફ જસ્ટિસ: મિસ્ટર ધવન સુનાવણીને ગંભીરતાથી લો.

પરાસરન: હું નથી માનતો કે મસ્જિદ હમેશા મસ્જિદ રહે છે. ...અનુસંધાન પાના નં.6



પરંતુ મંદિર હમેશા મંદિર રહે છે. પછી ભલે ત્યાં ભગવાનની મૂર્તિ હોય કે નહીં.

ચીફ જસ્ટિસ: મુસ્લિમ પક્ષકાર પણ આવું જ કહે છે.

પરાસરન: હું નથી માનતો.

ચીફ જસ્ટિસ: મિસ્ટર ધવન કાલે તમે કહ્યું હતું કે હિન્દુ પક્ષને સવાલ કર્યા નથી. શું અમે હિન્દુ પક્ષને પૂરતા સવાલ પૂછી રહ્યાં છીએ?

ધવન: મારા કહેવાનો મતલબ એ નહોતો.

જસ્ટિસ નઝીર: શું લાંબા સમયનો કબજો માલિકી હક અપાવી શકે?

પરાસરન: કોઈપણ વિવાદી ક્ષેત્ર પર વિશેષ કબજાનો દાવો કરી શકાય નહીં. આ પૂજાનું સ્થળ છે. પૂજા સ્થળે આવો દાવો ત્યારે જ કરાય કે જ્યારે કોઈની પાસે સંપત્તિનું સ્પષ્ટ માલિકીપણું હોય.

ધવન: આ પૂજા કરનારા લોકો વચ્ચેની લડાઈ નથી.

પરાસરન: મારું કર્તવ્ય છે કે જજના સવાલનો જવાબ આપું અને હસ્તક્ષેપને અવગણું. બંને પક્ષો પાસે માલિકી હક્કનો કોઈ પુરાવો નથી. પરંતુ રામ જન્મભૂમિ અતિ પ્રાચીન હોવાથી તેના પર અમારો અધિકાર છે. અહીં કોઈ પ્રતિકૂળ કબજાની માંગ કરતું નથી. મસ્જિદ ખાલી જમીન પર બની હતી. એ સાબિત કરવાની જવાબદારી મુસ્લિમપક્ષની છે.

ત્યારપછી હિન્દુ પક્ષ તરફથી સી.એસ. વૈદ્યનાથને દલીલ શરૂ કરી.

વૈદ્યનાથન: મને બુધવારે પણ 60 મિનિટનો વધારાનો સમય જોઈએ છે.

ચીફ જસ્ટિસ: લેખિત દલીલ આપી દેજો, વધારાનો સમય નહીં મળે.

વૈદ્યનાથન: કોર્ટે અમને સાંભળવા જોઈએ. અમે ગંભીર મામલે દલીલ કરીએ છીએ.

આ અંગે ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ઠીક છે તો પછી દિવાળી સુધી સુનાવણી કરતા રહો.

વૈદ્યનાથન: વિવાદી જમીન પર દેવતા છે જે તેના પ્રથમ માલિક છે.

ધવન: તેઓ આવી દલીલ કરી શકે નહીં.

વૈદ્યનાથન: ધવનને એક સ્લેગિંગ મેચમાં હતાશ થવું પડે છે, જે સ્લેગિંગથી પહેલા આરોપો સાથે શરૂ થઈ હતી.

ધવન: આમને અટકાવો. આમને બંધ કરો.

વૈદ્યનાથન: આ અનૈતિક વ્યવહાર છે. ધવન મને વચમાં રોકવાનું કઈ રીતે કહીં શકે. ટિપ્પણી વચ્ચે દલીલ નહીં કરી શકું. આમ કહી તેઓ બેસી ગયા.

ધવન: મારા પર આક્ષેપ ના કરો. મારી દલીલ દરમિયાન પણ તમે ટિપ્પણી કરતા હતા.

ચીફ જસ્ટિસ: મિસ્ટર ધવન તમે શાંત થઈ જાવ. દરેક કોમેન્ટ કરે છે. તમે કરી હવે તેઓ કરે છે, અમે પણ કરીએ છીએ. પરાસરન દલીલ શરૂ કરો.

વૈદ્યનાથન: બાબર દ્વારા અપાયેલું અનુદાન કે સમર્પણ મુસ્લિમપક્ષકાર સાબિત કરી શક્યા નથી.

જસ્ટિસ બોબડે: સમર્પણ એક વિશ્વાસનો વિષય છે અને તેના પુરાવા હોઈ શકે નહીં.

વૈદ્યનાથન: મુસ્લિમ પક્ષે જૂન 1860ના દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે જે આ કેસ સાથે જોડાયેલો પ્રથમ કાનૂની દસ્તાવેજ છે. તેનો અનુવાદ ખોટો છે. પહેલા કરેલા અનુવાદની તુલનામાં નવા મુદ્દા જોડ્યા છે અને વકફનો ઉલ્લેખ કર્યો છે. જમીનના માલિકી હક માટે 1860ના જે દસ્તાવેજનો ઉલ્લેખ કરાયો છે તેના પર વિચાર કરવો જરૂરી છે કે અંગ્રેજોએ મસ્જિદ બનાવનારા સાહેબથી લઈ મીર રજબ અલી સુધીના પરિવારની કોઈ તપાસ કરી હતી કે કેમ. આવો કોઈ દસ્તાવેજ નથી કે જે તેને ગ્રાન્ટ ટાઈટલ કે ડેડિકેશન ટાઈટલ સાબિત કરે.

બંને પક્ષ પાસે માલિકી હકના પુરાવા નથી પરંતુ જન્મભૂમિ અતિ પ્રાચીન હોેવાથી તેના પર અમારો અધિકાર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2IU5o5g
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here