


એજન્સી | ગ્રોસ આઈલેટ
શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની વયે અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગઈ છે. 15 વર્ષ 285 વર્ષની શેફાલીએ વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 49 બોલમાં 73 રન કર્યા. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 1989માં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં 16 વર્ષ 214 દિવસની વયે આ કારનામું કર્યું હતું. સચિને ત્યારે 59 રનની ઈનિંગ્સ રમી હતી. મેચમાં વિન્ડીઝે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો. શેફાલી અને સ્મૃતિ મંધાના (67)એ પ્રથમ વિકેટ માટે 15.3 ઓવરમાં 143 રનની ઈનિંગ્સ રમી હતી. આ ટી-20માં ભારત તરફથી કોઈપણ વિકેટ માટે હાઈએસ્ટ ભાગીદારી છે. શેફાલીએ 49 બોલમાં 6 ફોર,4 સિક્સ વડે 73 રન અને મંધાનાએ 11 ફોરની મદદથી 67 રન કર્યા હતા. મંધાનાની આ 10મી અડધી સદી છે. કેપ્ટન હરમનપ્રિતે 21 રન કર્યા. ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 185 રન કર્યા. આ વિન્ડીઝ વિરુદ્ધ સૌથી મોટો સ્કોર છે. જવાબમાં વિન્ડીઝ ટીમ 9 વિકેટે 101 રન જ કરી શકી હતી. કેમ્પબેલે સૌથી વધુ 33 રન કર્યા. શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 વિકેટ ઝડપી. ભારતીય ટીમે 5 મેચની સીરિઝમાં 1-0 લીડ મેળવી. ટીમે 5 વર્ષ બાદ વિન્ડીઝને ટી-20માં હરાવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32FIhT2
via IFTTT
No comments:
Post a Comment