ધોળે દિવસે પાણી વાળતા ખેડૂત પર દીપડાનો હુમલો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

ધોળે દિવસે પાણી વાળતા ખેડૂત પર દીપડાનો હુમલો

વિસાવદર તાલુકાના ઢેબર ગામે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી વાળતા ખેડૂત પર એક દિપડાએ હુમલો કર્યો હતો. દિપડાએ તેમનું ગળું પકડી લીધું હતું. જોકે, ખેડૂતે તેનો સામનો કરી પાટુ મારતાં દિપડો ભાગી ગયો હતો. ખેડૂતને ઘાયલ અવસ્થામાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે.

વિસાવદર તાલુકાના ઢેબર ગામે રહેતા જેન્તીભાઇ અરજણભાઇ ભુવા (ઉ. 45) આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં પોતાને ખેતરે કપાસના વાવેતરમાં પાણી વાળતા હતા. એ વખતે અચાનકજ એક દિપડાએ તેમના પર હુમલો કરી ગળામાં દાઢ બેસાડી દીધી હતી. અને પીઠ પાછળ અને ખભા પર નહોર મારી દીધા હતા. જેન્તીભાઇએ હિંમતપૂર્વક તેને ધક્કો મારી દૂર કર્યો હતો. જોકે, દિપડાએ ફરીવાર તેમના પર હુમલો કર્યો. એ વખતે જેન્તીભાઇએ તેને જોરદાર પાટુ મારી દેતાં દિપડો ભાગી ગયો હતો. આ બનાવમાં જેન્તીભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં વિસાવદર સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા હતા. દરમ્યાન ગતરાત્રે ગામમાં એક મકાન પાસે દિપડાએ વાછરડાનો પણ શિકાર કર્યો હતો. ગામની અાસપાસ આશરે ચારેક દિપડા આતંક મચાવતા રહ્યાનું ગામલોકોનું કહેવું છે.

દિપડાના આતંકને લીધે વિસાવદર પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. દિપડાના ત્રાસથી મજૂરો રાત્રે પાણી વાળવા આવતા નથી.

થોડા દિવસ પહેલાં વનવિભાગને જાણ કરી’તી

ગામનાં સરપંચે એમ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાંજ ગામમાં દિપડાના ફૂટમાર્ક દેખાતાં વનવિભાગના સ્ટાફને વાત કરી હતી. તો તેઓએ કહ્યું, પહેલાં તમે એક અરજી આપી જાવ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NeSLUI
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here