જો માફીપત્ર નહિ આપે તો કોર્ટમાં ફોજદારી ફરીયાદ પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. પોરબંદરની એમડી સાયન્સ કોલેજના નિવૃત પ્રોફેસર અને કિર્તિમંદિર પાછળ રહેતા દયારામભાઇ જેરામદાસ ગોંડલીયાએ તેમના વકીલ દિપકભાઇ લાખાણી મારફત સુરત રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના વિશ્વવલ્લભદાસજી સ્વામિને નોટીસ પાઠવી છે. અને નોટીસમાં જણાવ્યુ છે કે સુરત મુકામે મહાભારતની કથાના આયોજન દરમ્યાન આ સ્વામિ દ્રારા જાહેર પ્રવચનમાં મોરારિબાપુનું અપમાન થાય તેમજ તેમની પ્રતિષ્ઠાને જફાહાની અને નુકશાન થાય તેમજ તેમના ચાહક વર્ગને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી અથવા સમાજમાં તેમને નીચા પાડવાના આશ્રયથી ટીપ્પણી કરી હોવાનું જણાઇ રહયુ છે. અને તેની કેસેટ પણ બહાર પાડવામાં આવી છે તેથી બદનક્ષી થાય તેવું જણાઇ રહયુ છે. આ કૃત્ય ભારતીય દંડ સંહિતાની કલમ 500 અને અન્ય જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ગુન્હો કરેલ હોવાનું જણાવ્યુ હતુ. દિવસ 10 માં લેખીત રીતે મોરારિબાપુની માફી માંગતો પત્ર મોકલવા નોટીસમાં જણાવ્યુ છે. તેમજ જાહેર પ્રવચન અને કથાઓમાં જાહેર માફી માંગવી અન્યથા ધોરણસરની પોરબંદરની ચીફ જ્યૂ.મેજીસ્ટેક કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરવાની ફરજ પડશે તેવુ જણાવ્યુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qimLWX
via IFTTT
No comments:
Post a Comment