
હું સ્વયંને નસીબદાર સમજું છું કે તેમના ગાઇડન્સમાં કામ કરવાની તક મળી. એ પણ બોલિવૂડમાં આવતા પહેલા જ. મેં તેમની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’માં કામ કર્યુ હતું ત્યારે હું તે ફિલ્મની આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સની ટીમમાં હતો. ત્યારે હું કેમેરા રોલ થતા પહેલા તેમના માટે ક્લેપ લઈને ઊભો રહેતો હતો. તે પોતાના કેરેક્ટર રિઝવાન પર કલાકો મહેનત કરતા હતા. સૌથી જુદા રહીને તે કામમાં લાગ્યા રહેતા હતા. તેમણે ત્યારે થોડા સમયમાં જ અનુભવી લીધું હતું કે મારે આગળ જતા એક્ટિંગ ફીલ્ડમાં આવવું છે. તેમની આ ફીલિંગ વિશે મને ખબર જ ન હતી. પોતાના ડાયલોગ્સ રીડ કરતા અચાનક એક દિવસ તેમણે કહ્યું કે એક એક્ટરને લોકેશન પર આવીને કાયમ પ્રોપ્સ યૂઝ કરવા જોઈએ. હું દંગ રહી ગયો કે આ વાત તેમણે કોને કહી? હું નીચે તેમના ઘૂંટણ પાસે બેઠો હતો, ત્યાંથી જ પૂછ્યું કે તેમણે મને કંઈ કહ્યું? તેમણે કહ્યું કે હા તને જ કહ્યું છે. તેમનો એ જેસ્ચર ખૂબ ઇનકરેજિંગ લાગ્યો. આટલા મોટા સ્ટારે આ પ્રકારની જે વાત કરી તેનાથી હું ખૂબ ટચી થઈ ગયો. એવું પણ લાગ્યું કે આટલા મોટા સ્ટાર થઈને પણ નવા ટેલેન્ટને એનકરેજ કરવું મોટી વાત છે. આ તેમની ખાસિયત છે કે તે પોતાના ક્રાફ્ટ અને ટીચિંગ્સને લોકો સાથે શેર કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે કોઈ પોતાના ગુરુમંત્ર શેર નથી કરતા કે કોઈ તે શીખીને આગળ ન વધી જાય પરંતુ તે એવા નથી. બોલિવૂડમાં આવ્યા પછી મેં તેમના બેનરની ફિલ્મ ‘ઇત્તેફાક’ પણ કરી હતી. હું તેમનો ખૂબ મોટો ફેન છું. તેમણે પોતાના જીવનમાં એટલું બધુ હાંસલ કરી લીધુ છે કે તેમને શું ગિફ્ટ કરી શકાય? હું પણ એવા કરોડો ફેન્સમાંથી એક છું જે તેમને ઓળખે છે. હા, જો હું તેમને અબરામ સાથે વધુ સમય વિતાવવાની ગિફ્ટ કરી શકું તો તેના કરતા સારી વસ્તુ બીજું શું હોય શકે છે?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2C65UJk
via
IFTTT
No comments:
Post a Comment