
સ્કૂલ અને કોલેજ તો જવા જ દો હું તો બાળપણથી જ શાહરુખનો ખૂબ મોટો ફેન રહ્યો છું અને અત્યારે પણ છું. મેં જર્નાલિઝ્મમાં માસ કોમ્યુનિકેશન પણ એટલે કર્યુ કારણ કે શાહરુખ ખાને પણ આવું જ કર્યુ હતું. હું કાયમ એક્ટર બનવા ઈચ્છતો હતો પરંતુ વિચારતો હતો કે માત્ર એક્ટર નહીં એક ઇન્ટેલિજન્ટ એક્ટર બનવું છે. જ્યારે આ વિચાર આવ્યો તો તેમની જેમ બનવાનો વિચાર પણ આવ્યો. ત્યારે જઈને મે મારા અભ્યાસને સીરિયસલી લીધો. મજાની વાત એ હતી કે મારું ક્યાંય એડમિશન નહોતું થઈ રહ્યું હતું તો મેં પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લઈને માસ કોમ્યુનિકેશન કરી લીધું. મને યાદ છે કે મેં તેમની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ બ્લેકમાં ટિકિટ લઈને જોઇ હતી. દિવાળીના આગલા દિવસે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું એકલો સાઇકલ લઈને પંચકૂલાના કેસી થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો. ત્યાં પહોંચ્યો તો જોયું કે શો હાઉસફુલ હતો. ક્યાંય કોઈ સીટ ખાલી ન હતી, આખું થિયેટર ભરાયેલું હતું ત્યારે આખી ફિલ્મ બ્લેકમાં ટિકિટ લઈને પણ ઊભા રહીને જોઇ હતી. ટિકિટ કેટલામાં લીધી હતી એ તો યાદ નથી પરંતુ આખી ફિલ્મ ઊભા રહીને જોઇ હતી એ યાદ છે. મેં અત્યાર સુધી શાહરુખને ક્યારેય આ વાત નથી જણાવી પરંતુ ક્યારેક આ પ્રકારની વાત થઈ તો તેમને ચોક્કસ જણાવીશ કે બાળપણમાં હું તેમનો કેવા પ્રકારનો ફેન હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PEbk6p
via
IFTTT
No comments:
Post a Comment