દારૂનાં ગાયનો: જૂનાં દર્દીલાં, નવાં નફ્ફટ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

દારૂનાં ગાયનો: જૂનાં દર્દીલાં, નવાં નફ્ફટ

“મુઝે દુનિયાવાલો, શરાબી ના સમઝો, મૈં પીતા નહીં હું... પિલાઈ ગઈ હૈ...”

ફિલ્મ ‘લીડર’નું આ ગાયન તો તમે સાંભળ્યું જ હશે. એ જમાનામાં શરાબી ગાયનોમાં હીરો લોગ ‘ટણી’ બહુ બતાડતા હતા. દારૂ પીવાનો તો ખરો, પણ એનાં ‘સાત્વિક’ બહાનાં બતાડવાનાં! જેમ કે “મૈં શરાબી નહીં, મૈં શરાબી નહીં, આંખો સે પીને મેં કુછ ખરાબી નહીં!”

અલ્યા ભઈ, હોઠ અને ગળાથી જ પીવાય! પણ શું છે, એ વખતે શશીકલા જેવી ‘સાકી’ઓ ઓપ્શનો સારા આપતી હતી: “શીશે સે પી, યા મૈખાને સે પી, યા મેરી આંખો કે પૈમાને સે પી... પર પી દીવાને, ખુશી સે જી દીવાને... (ફૂલ ઔર પથ્થર)”

જૂની ફિલ્મોમાં હીરો પીધા પછી આક્રોશમાં બહુ આવી જતો: “મૈં ને પી શરાબ, તુમ ને ક્યા પીયા? અરે, તુમ ને ક્યા પીયા, આદમી કા ખૂન?” અલ્યા ભઈ, આદમીનાં ખૂન પીવાં હોય તો બ્લડ-બેન્કમાં રોબરી કરવી પડે! કંઈ ખાવાના ખેલ છે?

એ સમયે ફિલ્મોમાં ‘પીવું’ ઈઝ ઈક્વલ ટૂ ‘ગમ’ યાને કે દુ:ખ જ હતું. છતાં જોવાની વાત એ છે કે શરદબાબુની નવલકથા ‘દેવદાસ’ ઉપરથી જે પાંચ-પાંચ ફિલ્મો બની એમાં હીરો સખત આલ્કોહોલિક હોવા છતાં એકેય ફિલ્મમાં ‘શરાબ=ગમ’ની ફોર્મ્યુલાનું એકપણ ગાયન નહોતું. બીજી બાજુ, સંજય લીલા ભણશાલીની ‘દેવદાસ’માં ‘છલક છલક, છલક, છલક...’ એવું અઠ્ઠાવીસ વાર ગાઈ ગાઈને બાટલીઓમાંથી 90 ટકા દારૂ પીવાને બદલે ઢોળી જ નાંખ્યો છે! (આમાં ગુજરાતીઓએ બહુ જીવ બાળવાની જરૂર નથી કારણ કે શૂટિંગ વખતે બાટલીઓમાં રંગબિરંગી પાણી જ ભર્યું હતું.)

એ જમાનાનો દુ:ખી દિલીપકુમાર ‘દિલ દિયા દર્દ લિયા’માં ગાતો હતો: ‘કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બેખુદી મેં ભી કરાર આતા નહીં’ (સાગર એટલે રામાનંદ સાગર નહીં, દારૂનો પેગ, હોં?)

જ્યારે આજનો હની સિંહ શું કહે છે? “ચાર બોતલ વોડકા, કામ મેરા રોજ કા!” અહીં પેગ-બેગની કોઈ વાત જ નથી. ડાયરેક્ટ બોટલ જ મોઢે માંડી છે!

એ વખતે ‘મજબૂર’નો પ્રાણ ગ્રાહક સુરક્ષાની NGO ચલાવતો હશે એટલે ગાતો હતો: “દારૂ કી બોતલ મેં સાહિબ પાની ભરતા હૈ, ફિલ મત કહેના માઈકલ દારૂ પી કે દંગા કરતા હૈ!” આજે ગુજરાતમાં તમે પીધેલી હાલતમાં પકડાઓ ત્યારે જો બહાનું કાઢો કે “બોસ, ચડી જ ક્યાં છે? બાટલીમાં 90 ટકા તો પાણી હતું...” તો પોલીસ માનતી નથી.

એ જમાનામાં તો દારૂને પણ જિંદગીની કેવી ઊંચી ફિલોસોફીએ લઈ જતા હતા! “જિતની લિખ્ખી થી, મુકદ્દર મેં, હમ ઉતની પી ચૂકે... અબ તો દિન મરને કે હૈ, જીના થા ઉતની જી ચૂકે...” ટૂંકમાં, આપણા જેવા મામૂલી લોકો ઉપરવાળા પાસે આયુષ્યમાં અમુક-તમુક ‘વરસો’ લખાવીને લાવીએ, પણ એ જમાનાનો હીરો એની કુંડળીમાં જ દારૂનો ‘ફૂલ-ક્વોટા’ લખાવીને લાવતો હતો! જૂની ફિલ્મોમાં તો બિચારી મીનાકુમારીના નસીબમાં પણ ‘ઓન-સ્ક્રીન’ દારૂ પીવાનું લખ્યું હતું. (સાહિબ, બીબી ઔર ગુલામ) એમાં ય વળી ‘ચંદન કા પલના’માં તોે એને ગાવું પડ્યું: “શરાબી, શરાબી... મેરા નામ હો ગયા...” બિચારી હેમા માલિનીને દારૂ પીવાનું જરાય ફાવતું નહીં હોય તેથી જ ‘સીતા ઔર ગીતા’માં તે સાવ બનાવટી લથડિયાં ખાતી ગાય છે: “હાં જી હાં, મૈં ને શરાબ પી હૈ, થોડી સી નહીં, બે-હિસાબ પી હૈ! (જાણે કે સંજીવકુમાર ગુજરાતી ખરો ને, એટલે હિસાબ રાખતો હોય: ‘સાલી છ પેગ પી ગઈ...?’ મોંઘુ પડશે!”)

આજે તો શું ફિલ્મી હીરોઈનો કે રિયલ છોકરીઓ દારૂ પીવાનો કોઈ છોછ જ નથી. એક ગાયનમાં બિન્દાસ કહે છે: “પટિયાલા પેગ લગા કે, તેરી ગલી વિચ આ કે મૈં ટલ્લી હો ગઈ!” બીજા ગાયનમાં કહે છે: ‘પિલા દે દીવાની, મૈં હું કિસ કી, આઈ એમ એ બેડ ગર્લ, આઈ લાઈ વ્હીસ્કી...’ બિચારો બોયફ્રેન્ડ પણ એને સમજાવે છે: “છોટે પેગ માર બેબી, છોટે છોટે પેગ માર!”

છોકરાઓની તો વાત જ કરવા જેવી નથી. યો યો હની સિંહે “મૈં આલ્કોહોલિક હું” એવા છડેચોક દારૂ પીવાનાં અડધો ડઝન ગાયનો ગાયાં છે!

ટૂંકમાં, જૂની ફિલ્મોની જેમ અહીં કોઈ ‘જસ્ટિફિકેશનો’ છે જ નહીં! એક ગાયનને તો એક જાણીતી દારૂની બ્રાન્ડ ખુદ પ્રમોટ કરે છે: “વાટ લગ ગઈ હૈ તો ક્યા, ચલ દોસ્ત દારૂ પીતે હૈ!”

- બોલો, કંઈ કહેવું છે?


દારૂનાં ગાયનો: જૂનાં દર્દીલાં, નવાં નફ્ફટ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34ROPzp
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here