બંદો અમેરિકા માટે તો સર્જાયો છે બંધુ...! - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

બંદો અમેરિકા માટે તો સર્જાયો છે બંધુ...!

એગ્રીકલ્ચરથી ડરી દેશ હાલમાં અમેરિકન કલ્ચરલ તરફ જઈ રહ્યો છે. અમેરિકી થવાની લહેર છે અને અહીં આપણે તો મૂળત: અમેરિકા માટે જ સર્જાયેલા છે. આ દિવ્યજ્ઞાન અમને બહુજ પહેલા થઈ ગયું હતું. જ્યારે જન્મ અમારો થયો તો લોકોએ કહ્યું- બિલકુલ અમેરિકી જેવો લાગે છે. એ તો પછીથી અમે દિવસભર ગરમીમાં ધમાલમસ્તી કરતાં રહેતા હતા અને આફ્રિકીઓની નજીક પહોંચી ગયા હતા. અમારા ઘરના વડીલ કહે છે કે અમારા રડવાનો આલાપ પણ અમેરિકી જેવો જ હતો. કેટલાક વડીલે તો અમારી ટેવ અંગે ધીમા અવાજે કહ્યું હતું કે આ નાક મોટાભાગે પેપર નેપકિન એટલે કે પાડોશીઓના તાજા અખબારથી જ લૂછે છે. આમ તો બાળપણથી જ હું એકાકીપણાનો એટલો હિમાયતી હતો કે મારા મકાનમાલિકની ત્રણેય પુત્રીઓ સાથે અલગ-અલગ દોસ્તી રાખતો હતો. એ તો એ ત્રણેયએ ભેગા મળીને મને ફટકાર્યો ત્યારે યુનિટીની તાકાતનો ખ્યાલ આવ્યો. એટલું જ નહીં અમારી સેલ્ફ રિસ્પેક્ટ પણ અમેરિકી ધ્વજથી બનેલી એવી ચડ્ડી જેવી હતી કે જે હિટ હતી, ફિટ હતી પણ ક્યારેય દેખાતી નહોતી. અમેરિકીની જેમ અમને પણ શસ્ત્રો તરફ પ્રેમ હતો અને ભણતર તરફ નફરત હતી. અમે અમારા તમામ શિક્ષકો પર શસ્ત્ર ચલાવવા માંગતા હતા. પરંતુ કટ્ટોનો અર્થ ત્યારે અમને બીડીની જૂડી સમજાતો હતો. અમારો એવો ખ્યાલ હતો કે માત્ર બીડી સળગાવીને કોઈને પણ રાખ કરી દેવાય છે. પછીથી ગુલઝાર સાહેબે અર્થ સમજાવ્યો કે જીગરની આગથી પણ બીડી સળગાવી કાર્ય સંપન્ન કરાવી શકાય છે. આ હથિયારોના ટ્રાયલના ચક્કરમાં વધુ ધુમાડો ખેંચવાથી કાયમી ખાંસી થતા થતા બચી. જોકે અમે આ ખાંસના હથિયારથી પણ ટીબી ફેલાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમારા નસીબ કરતાં તેમનું જીગર મજબૂત નીકળ્યું. જ્યારે અમારા બેક્ટેરિયા ઘણા નબળા જણાયા. અમેરિકીઓની જેમ દરેક બાબતોમાં અમને પણ “સૂ’કરવાની આદત હતી. શિક્ષક જ્યારે અમને સોટી ફટકારતા હતા તો અમે વર્ગમાં જ ઊભા ઊભા સૂ સૂ કરી દેતા હતા. પરિણામે ભીના કપડાંએ વર્ગમાં ભણવાલાયક રહેતા નહોતા. અમેરિકીઓની જેમ અમે પણ વિશ્વભરના મુદ્દાની જેમ દરેકમાં અમારી ટાંગ અડાવતા હતા. જો બહાર શક્ય ન હોય તો અમે અમારો પાયજામો જ ફાડીને સમસ્યા ઊભી કરતા હતા. અમેરિકાની અાદત ગઈ નહીં અને અમારી પાયજામો શહીદ કરવાની આદત છૂટી નહીં. આમ તો અમે અમેરિકીઓની જેમ જીવન પ્રત્યે ઘણા ફોકસ હતા. અમારા ફોકસમાં અમેરિકાના એચ-1 વીઝા અને એપલનો આઈફોન હતા. ત્યારપછીની યાદીમાં ગર્લફ્રેન્ડ પહેલાં મોબાઈલનું ચાર્જર અને કાનમાં લગાવવાનો ઈયરફોન હતા. પછી દારૂની બોટલ, 7 હજારવાર પહેરાઈ ચૂકેલી જીન્સ હતી. આઈપેડની સંભાવના લાગતા ગર્લફ્રેન્ડને યાદીમાં થોડી વધુ નીચે સરકાવી શકાતી હતી. જોકે આ યાદીમાં અપાયેલી કોઈપણ વસ્તુની ખરીદીના સમયે અમને પરિવારની ઘણી જ યાદ આવતી હતી. અમેરિકીઓની જેમ અમે પણ કુટુંબીઓની જરૂરિયત એટલી માનતા હતા કે બાળકો પેદા કરવા દે, જોરદાર નામ રાખવા દે અને થોડા મોટા કરીને છોડી દે. પછી ભલે દુનિયાભરમાં ફરીને બાપ-બેટા ફેમિલી વેલ્યુ અને સંબંધોની સમસ્યા અંગે જવાબ શોધતા ફરે પરંતુ અમારે અમેરિકન બનવું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2CnX4aa
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here