‘વાયુ’ બાદ ફરી એક વખત ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે ‘મહા’ નામનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકવાનું છે અને સંભવત: વિનાશ પણ વેરી શકે તેમ છે. જોકે દિવ્ય ભાસ્કરે હવામાન વિભાગના જ નિષ્ણાતો પાસેથી મળેલી સચોટ માહિતીના અનુસંધાને 3 નવેમ્બરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ‘મહા’ યૂ ટર્ન લઈને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને બુધવાર સાંજ અથવા તો રાત સુધીમાં દરિયામાં જ સમાઈ જશે. ત્યારે એવા સારા સંકેત મળ્યા છે કે ઉત્તરીય પવનો અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરે ‘મહા’ને ઘેર્યું છે અને મંગળવાર સાંજે 6 વાગ્યાથી જ તે નબળું પડવાની શરૂઆત થઇ ચૂકી છે.
હવામાન વિભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું બની રહ્યું છે અને તેને આજે અથવા કાલે ‘બુલબુલ’ નામ આપવામાં આવશે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ નથી આવવાનું તે આંધ્રપ્રદેશ તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે. ‘બુલબુલ’ માટે સર્જાયેલું લો પ્રેશર અને ઉત્તરીય ઠંડા અને સૂકા પવનોની વચ્ચે ‘મહા’ ઘેરાઈને ક્રમશ: નબળું પડી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચતા તે રીતસર હાંફી જશે અને દરિયામાં જ તેનો વિનાશ થઇ જશે.
હવામાન વિભાગના નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે, સત્તાવાર રીતે હજુ પણ વાવાઝોડું ત્રાટકે તેવા સંકેત છે પરંતુ ‘મહા’ દરિયામાં બુધવારે જ વિખેરાઈ જાય તો સૌરાષ્ટ્રના દરિયાકિનારાના શહેરોમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ અત્યંત ઘટી જશે અને ‘વાયુ’ની જેમ ‘વાઘ આવ્યો રે વાઘ’ તેના જેવું થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33kYb6r
via IFTTT
No comments:
Post a Comment