
લેહથી અમિત નિરંજન: કલમ 370 હટ્યા બાદ લદાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો. આ સાથે જ બહારના લોકો દ્વારા જમીન ખરીદવા પરની રોક પણ હટી ગઇ. તેનાથી લેહ-લદાખના લોકોના મનમાં ચિંતા છે. બહારના લોકો દ્વારા જમીનની ખરીદી, રોજગારી છીનવાઇ જવાનો, સાંસ્કૃતિક વારસાને નુકસાન થવાનો ડર તેમને સતાવી રહ્યો છે. અહીંના રોજગારી, વિકાસ સાથે જોડાયેલા મુદ્દા અંગે ભાસ્કરે લદાખના ઉપરાજ્યપાલ આર. કે. માથુર સાથે વાત કરી. પ્રસ્તુત છે તેના અંશો...
સ્થાનિક લોકોને આશંકા છે કે બહારના લોકો અહીં જમીનો ખરીદશે તો તેમની રોજગારી ખતમ થઇ જશે.
લદાખ ઓટોનોમસ ડેવલપમેન્ટ કાઉન્સિલ જ જમીનો અંગેના નિર્ણય કરશે. કાઉન્સિલમાં એલજી કે બીજું કોઇ દખલ નહીં કરે. હોટલ જેવા બિઝનેસ માટે લોકોએ પોતાનું મોડલ વિકસાવવું પડશે, જેથી આ ક્ષેત્રમાં બહારનું રોકાણ આવે. જેમ કે અરુણાચલમાં તાજે હોટલ ખોલી છે. હોટલ માટે જમીન સ્થાનિક લોકોએ આપી છે અને તેઓ જ હોટલ ચલાવે છે.
સવાલ- સ્થાનિક લોકો આને લદાખની કાશ્મીરથી આઝાદી ગણાવે છે, તમે કેવી રીતે જુઓ છો?
જવાબ- બેશક આ લદાખના લોકોની કાશ્મીરથી આઝાદી છે. તેનો પોતાનો ઇતિહાસ છે.
સવાલ-લોકોને સંસ્કૃતિ ખતમ થવાનો ડર છે?
જવાબ- સંસ્કૃતિ બચાવવાના ઘણા રસ્તા છે. અહીં હોમ સ્ટે ટૂરિઝમ ઝડપભેર વધારવાની જરૂર છે. તેનાથી સંસ્કૃતિ પણ બચશે અને બહારના લોકો ઘણું શીખીને જશે.
સવાલ- બહારના લોકોએ જમીન ખરીદવા શું કરવું પડશે?
જવાબ- જમીન ખરીદવા કાઉન્સિલમાં અરજી કરવી પડશે. કાઉન્સિલ કોને અને કેટલી જમીન આપવા માગે છે એ તેના પર નિર્ભર કરશે.
સવાલ- કાઉન્સિલ જ સર્વોપરી છે તો તમારી ભૂમિકા શું હશે?
જવાબ- જી હા. કાઉન્સિલ જ સર્વોપરી છે. લદાખનો વિકાસ કાઉન્સિલ જ નક્કી કરશે. મારું કામ તેને જરૂરી ચીજો પૂરી પાડવાનું અને સૌને સાથે લાવવાનું છે.
સવાલ- પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કેવી રીતે થશે?
જવાબ- અહીંની ઇકોલોજીને કોઇ પણ સંજોગોમાં બચાવાશે. પહાડો, જંગલો રહેશે તો જ આ પર્યટન સ્થળ રહેશે અને લોકો આવતા રહેશે તો જ રોજગારી વધશે.
સવાલ-લદાખી ભાષાને બંધારણીય દરજ્જો મળી શકશે?
જવાબ- આ અંગે લોકો અને સંગઠનો સાથે વાત ચાલી રહી છે. બધાના અભિપાર્યા મળ્યા પછી લદાખીને બંધારણીય દરજ્જો આપવા કાનૂની પહેલ શરૂ થશે.
સવાલ-અહીં પર્યટન સિવાય કોઇ રોજગારી નથી, રોજગારી કેવી રીતે વધારશો?
જવાબ- લેહમાં 365માંથી 320 દિવસ સારો તડકો નીકળે છે. અહીં 30 હજાર મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ લગાવીશું. 1 મેગાવોટ વીજળી પેદા કરવા પર 2 લોકોને રોજગારી મળે છે. આ રીતે અહીં 60 હજાર લોકોને તક મળશે. તદુપરાંત, હોર્ટીકલ્ચર, મેડિસિન સાથે જોડાયેલા છોડ-વનસ્પતિને પણ પ્રોત્સાહન અપાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p47Q28
via IFTTT
No comments:
Post a Comment