
વિચારવાની વાત એ છે કે ઓવર ટુરિઝમની લાલચ આપણને ક્યાં લઇ જશે? મનાલી, કસોલ, શિમલા, જેવા હિલ સ્ટેશનોની તબાહીથી કયા બોધપાઠ લીધા આપણે? કેદારનાથની ત્રાસદી પછી નદીઓના માર્ગોમાં ફરી ઉગી આવેલા વેપારીઓ, તેના કિનારે ઊભા થઈ ચૂકેલા મકાન-દુકાન વિનાશના કયા મંત્રના બિયા વાવી રહ્યાં છે? ક્યાંક આપણી હાલત પણ એવી નથી થવાની જેવી થાઇલેન્ડ, સ્પેન, ઈટાલી સુધીમાં બેફામ પર્યટનથી બૂમ બરાડા પાડતાં અનેક હોટ ડેસ્ટિશેન્સનું થઈ ચૂક્યું છે? લિયોનાર્ડો ધ કેપ્રિયોની અત્યંત પ્રસિદ્ધ મૂવી ધ બીચમાં પોતાના સુંદર સમુદ્ર કિનારાને લીધે વધારે ચર્ચિત થાઈલેન્ડનું માયા બે પર્યટન ઠેકાણું 2018માં પર્યટકો માટે બંધ કરાયું હતું. તે સમયે કહેવાયું હતું કે આજુબાજુ કુદરતી સંસાધનો પુન:જીવિત થયા બાદ તેને ફરી ખોલાશે. એક વર્ષ વીતી ગયો, તાજેતરમાં તેને વધુ બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે પર્યાવરણ, વન, પર્યટન એજન્સીઓ માને છે કે માયા બે ગત અનેક વર્ષોમાં પર્યટકોની બેહિસાબ અવરજવરનો શિકાર થયો છે.
જ્યારે સ્પેનના બાર્સેલોનામાં અવાર-નવાર ટ્રાવેલર્સ ગો બેક કે વી ડોન્ટ વોન્ટ ટુરિસ્ટ જેવો સૂત્રોચ્ચાર સંભળાય છે. આ દેશના ટુરિસ્ટ હોટસ્પોટ મનાતા બેલિરિક ટાપુઓમાંથી એક મલોરકામાં પર્યટકો વિરુદ્ધ જોરદાર દેખાવો થઈ ચૂક્યા છે. ઈટાલીના મિલાન, રોમ, ફ્લોરેન્સ, વેનિસ જેવા શહેરો પણ યાત્રીઓના ભારથી બેહાલ છે. ત્યાં પણ પર્યટન વિરુદ્ધ ભણકારા સંભળાવા લાગ્યા છે. એમા કોઈ શંકા નથી કે આધુનિક ગેજેટ્સ અને ટેક્નોલોજીએ યાત્રાઓની દુશ્વારીઓ ઓછી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પણ એટલું નક્કી છે કે ચમકદાર સ્માર્ટફોન, ભડકીલા વીડિયો, લલચાવતા એપ-સોફ્ટવેર અને આકર્ષક સોશિયલ મીડિયાએ આધુનિક દોરમાં ટુરિઝમની પ્રકૃતિ બદલી નાખી છે. હવે રેસ્ટોરાં અને ફૂટ ઈન્સ્ટાગ્રામેબલ થઈ ગયા છે તો સફરની મંઝિલો ફેસબુક પર ચેક-ઈનની ઈચ્છાઓમાં બદલાઈ ગઈ છે. લાંબા વીકેન્ડ આવતા જ શહેરોની આજુબાજુ વસેલા ઠેકાણાં હાઉસફૂલના પાટિયા લટકાવતાં દેખાય છે. શહેરોની હદ શરૂ થઈને માઈલ સુધી પસરેલા લાંબા જામ હકીકત બની જાય છે. અને એ યાત્રાઓ જે ખુદને જ ખુદથી મિલાવતી હતી, ગુમ થવા લાગી છે. ખરેખર પ્રવાસની દુનિયા ફેલાઈ રહી છે અને તેમાં નવું ચલણ સામે આવ્યું છે. તેમાં ફરવું કે પ્રવાસન, સૈર-સપાટાનો ભાવ ઓછો થયો છે અને તેની જગ્યાએ વેકેશન-હોલિડે જેવા ગ્લેમર આવી ગયા છે. મિલેનિયલ પેડીથી થતાં હેશટેગ જનરેશન અને જનરેડન ઝેડ સુધીના થઈ ગયા છે જે ટ્રાવેલ તેમાં હવે બેચેની, દેખાડો, હોડ, નકલ, નાસભાગ, આફતો વધારે દેખાવા લાગી છે.
સતત લાંબા થતા ખિસ્સા અને ક્રેડિટ કાર્ડના જોરે થનારા ટ્રાવેલે ખરેખર ઉપભોક્તાવાદને પ્રોત્સાહન આપ્યું છે. નો ફ્રિલ્સ એરલાઇન્સનો દોર છે, સો યાત્રીઓના કાર્બન ફૂટપ્રિન્ટ વધ્યા છે. ઘરેથી બટાકા-પૂરી અને પાણીની બોટલ લઈને નીકળવું પછાતપણું દર્શાવે છે, એપથી મીલ ઓર્ડર કરવું, વોટર બોટલ ખરીદવી આધુનિક હોવાની નિશાની છે. પર્વતોના ખોળામાં, ખીણમાં બિયર કેન અને પ્લાસ્ટિકની બોટલોના દૃશ્ય દેખાવા સામાન્ય છે. આપણે આ નકામી ઈચ્છાઓની સાથે ક્યાં જઈ રહ્યાં છીએ? ચેતીશું નહીં તો એ દિવસ દૂર નથી જ્યારે સ્પીતિ-લાહોલ અને અરુણાચલ-નાગાલેન્ડ જેવા ઠેકાણાં ચમક ગુમાવશે. રેન્ચોએ જે હાલ લદાખનું કર્યુ તે સિક્કિમમાં ગુરુડોંગમાર જેવા સુદૂર સરોવરનું થઈ જશે. ટુરિસ્ટો જેટલા સંવેદનશીલ થશે તેટલું જ જરૂરી છે કે પર્યટનનું વિનયમિત કરવું. શરૂઆત ચારધામથી, જ્યાં યાત્રીઓની સંખ્યા નક્કી થાય, રજિસ્ટ્રેશન ફરજીયાત થાય અને તૈયારી વિના, માહિતી વિના હાઈ ઓલ્ટીટ્યૂડ ટુરિઝમ પર નીકળી પડવાની ટેવ જે આપણા ભારતીયોને છે તેના પર સંકજો કસવો જરૂરી છે. તીર્થયાત્રીઓને હેલિકોપ્ટર જેવા ગ્લેમરથી જેટલું સંભવ હોય, દૂર રખાય. અતિ ઊંચાઈ ધરાવતા વિસ્તારોના તીર્થ, સરોવર, વન, ખીણ-પર્વતો, નદી-નાળા આગામી પેડીઓ માટે ત્યારે જ બચશે જ્યારે આજે તેમની ચિંતા કરાશે.
સસ્ટેનેબલ ટુરિઝમનો માર્ગ ખરેખર જવાબદાર પર્યટકથી થઇને જ પસાર થાય છે. એ પર્યટકને કારની બારીથી સંતરાના છોતરા ફેકતા રોકવો જ કાફી નથી પણ એ સમજવું પડશે કે શહેરથી લાદીને લાવેલા ખાણી-પીણીની બોટલો, પ્લાસ્ટિક પેકેજિંગ, રેપર વગેરેને પાછા ફરતી વખતે સાથે લઈ જાય. આ દરમિયાન અનેક દેશોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી લોકોને અસલ પ્રવાસે નીકળ્યા વિના દૂર દૂરની મંઝિલોની મુસાફરી કરાવવાના પ્રયોગો પણ દેખાવા લાગ્યા છે. યાત્રા લેખને જ્યાં આર્મચેર ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું છે ત્યાં વર્ચ્યુઅલ ટુરિઝમ હવે લોકોને ઘરેથી નીકળ્યા વિના, અલાસ્કાના બર્ફીલા દૃશ્યો, એન્ટાર્કટિકાના દૃશ્ય, ઓસ્ટ્રેલિયાના રેતાળ ખડકોની સફર ઉપરાંત નાસાની મદદથી અંતરિક્ષ અને ગ્રહો સુધીની રોમાંચક યાત્રા પર લઈ જવા લાયક બની ગયું છે. તેને સાકાર કરવામાં ગૂગલ અર્થનું યોગદાન વધારે છે. માનીએ કે વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી અસરવાળા પર્યટનને સંપૂર્ણ રીતે ખતમ નહીં કરી શકે તો પણ ચટકતાં પર્વતોને ફાલતૂં ભીડ-ભાડથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.
પ
અલકા કૌશિક
ટ્રાવેલ બ્લોગર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PL0YS6
via IFTTT
No comments:
Post a Comment