
તક્ષશીલામાં જીવતા હોમાયેલા 22 બાળકો પૈકી એક ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા આગ દૂર્ઘટનાની અગાઉ એક ચિત્ર બનાવતી હતી. પરંતુ, તે અધૂરૂ રહી ગયું હતું. અધૂરા ચિત્રને પૂર્ણ કરવા તેણે સપનામાં આવીને ઇચ્છા વ્યક્ત કરી હતી. ગ્રીષ્માએ થોડા દિવસ પહેલાં તેના માતાનાં સપનામાં આવીને એમ કહ્યું હતું કે ‘મારું અધૂરૂં રહી ગયેલું ચિત્ર મારા મિત્ર જયન ગોસ્વામીને કહેજે કે તે પૂર્ણ કરી આપે. આ સપનાને ગ્રિષ્માના માતાપિતાએ તેને ઇચ્છા સમજીને જયન ગોસ્વામીનો સંપર્ક કરી ચિત્ર પૂર્ણ કરવા જણાવ્યું હતું. જયન ગોસ્વામીએ પાંચ દિવસની મહેનત બાદ ચિત્ર પૂર્ણ કરી આપ્યું હતું. આ ચિત્ર પૂર્ણ થતાં જ ગ્રીષ્માના માતા-પિતાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં હતાં.
દીકરીની છેલ્લી નિશાની પૂર્ણ થતાં માતા-પિતાની આંખો છલકાઈ
ઘરનો ગેટ બનાવ્યો, અધૂરા છોડેલા પીળા કલર પરથી લીલું વૃક્ષ બનાવ્યું. હોડી બનાવી ચિત્ર પૂર્ણ કર્યું હતું.
ચિત્ર મારી દીકરીની છેલ્લી નિશાની છે
દુર્ઘટનાની આગલી રાત્રે તે ચિત્ર બનાવતી હતી. થોડા દિવસ અગાઉ ગ્રીષ્માએ સપનામાં કહ્યું કે, મમ્મી મારું અધૂરું ચિત્ર મારા મિત્ર જયનને કહેજે પૂરું કરી આપે. આ મારી દીકરીની છેલ્લી નિશાની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34nPtnM
via IFTTT
No comments:
Post a Comment