ઘટસ્ફોટ કરીશ.’ આ નિવેદન પછી એ અટકળોએ જોર પકડ્યું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી-કોંગ્રેસનું સમર્થન મેળવીને સરકાર રચી શકે છે.
ચૂંટણી પરિણામો આવ્યાના દસ દિવસ પછી રવિવારે ભાજપ-શિવસેના ગઠબંધનમાં મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને કોઈ ઝૂકવા તૈયાર નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં સરકાર રચીશું. આ દરમિયાન તેમણે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે જાણકારી મેળવવા અકોલા જિલ્લાની મુલાકાત લીધી હતી. હવે સોમવારે તેઓ ભાજપ પ્રમુખ અમિત શાહને મળવા દિલ્હી જશે. બીજી તરફ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદ જિલ્લાની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન રાઉતે ભાજપ પર આક્રમક પ્રહાર જારી રાખ્યા હતા. તેમણે અમિત શાહની ચૂપકિદીને રહસ્યમય ગણાવીને કહ્યું હતું કે, જનાદેશના રથનું એક પૈડું અહંકારના કીચડમાં ફસાઈ ગયું છે.
આજે શરદ પવાર સોનિયા ગાંધીને મળશે
મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિથી અટકળો લગાવાઈ રહી છે કે, એનસીપી-કોંગ્રેસનું સમર્થન લઈને શિવસેના સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે એનસીપી વડા શરદ પવાર રવિવારે કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત લેવાના છે. આ દરમિયાન મહારાષ્ટ્ર લઘુમતી પંચના પૂર્વ અધ્યક્ષ મુનાફ હકીમે કહ્યું કે, ખેડૂતો, લઘુમતીઓ અને અન્ય વર્ગના હિતમાં કોંગ્રેસે સરકાર બનાવવા શિવસેનાનું સમર્થન કરવું જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oIRlsh
via IFTTT
No comments:
Post a Comment