નડાલ ATP ફાઇનલ્સમાં પોતાની પ્રથમ મેચ હાર્યો, ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવે જીત મેળવી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 11, 2019

નડાલ ATP ફાઇનલ્સમાં પોતાની પ્રથમ મેચ હાર્યો, ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવે જીત મેળવી

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલને લંડનમાં ચાલી રહેલ ATP ફાઇનલ્સમાં પોતાની પ્રથમ મેચમાં સોમવારે હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીના એલેક્ઝેન્ડર જ્વેરેવે 6-2, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે પોતાના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમ સામે મેચ ગુમાવી હતી. અન્ય એક મેચમાં ગ્રીસના સિતસિપાસે રશિયાના મેદવેદેવને 7-6 (7/5), 6-4થી માત આપી હતી.

33 વર્ષીય નડાલ અને જ્વેરેવ વચ્ચે આ છઠો મુકાબલો હતો. નડાલ પહેલી વાર તેની સામે મેચ હાર્યો હતો. 19 વારના ગ્રાન્ડસ્લેમ વિજેતા નડાલે કહ્યું કે, ફિટનેસની સમસ્યા કોઈ બહાનું નથી. હારનું એક જ કારણ છે કે પ્રદર્શન સારું ન હતું. એટીપી ફાઇનલ્સમાં ચાર ખેલાડીઓની ઉંમર 24 વર્ષ કરતા ઓછી છે. તેમાંથી એક જ્વેરેવે છે. તેણે જીત પછી ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે જીત્યા પછી આ વર્ષે શાનદાર શરૂઆત કરવી સારી બાબત છે.' નડાલે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે સિતસિપાસ અને મેદવેદેવન સામે જીતવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાફેલ નડાલ.


from Divya Bhaskar https://ift.tt/2rvBZbu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here