દિવાળીમાં સોમનાથ મંદિરને 93 લાખની આવક - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 3, 2019

દિવાળીમાં સોમનાથ મંદિરને 93 લાખની આવક

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં દિવાળી ના તેમજ નુતન વર્ષ ની રજાઓ નો યાત્રિકો એ સોમનાથ આવી અને ભગવાન સોમનાથ મહાદેવના આર્શીવાદ લીધા હતા અને સોમનાથ મા યાત્રિકો ના ધોડાપુર ઉમડી પડ્યા હતા જેથી સોમનાથ ટ્રસ્ટ ની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ને તહેવારો ના માત્ર છ દિવસમાં જ કુલ 93 લાખ રૂપિયા અને 20 હજાર ની આવક થઇ હતી તા 27 ઓક્ટોબર થી તા 1 નવેમ્બર સુધી મા થયેલ આવક અંગે સોમનાથ ઈન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ત્રણ લાખ થી વધુ યાત્રિકો એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને રવિવાર ની રજા સુધી પણ સતત યાત્રિકો નો પ્રવાહ ધમધમતો હતો જેથી આ વર્ષે સોમનાથ મા આ વર્ષે ગોલખ બોક્ષ ની 13.91 લાખ પુજા વિધિ ડોનેશન 14.27 લાખ પ્રસાદ લાડુ ચીકી 32.11લાખ લાઇટ એન્ડ સાઉન્ડ ની 2 લાખ તો સાહિત્ય ની 3.29 લાખ ગેસ્ટહાઉસો ની 23.2હજાર તો પાર્કીગ ની 4.57 લાખ ની આવક થઇ હતી આમ સોમનાથ ટ્રસ્ટ ની કુલ આવક 93.20લાખ ની થઈ છે ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઇ પટેલ ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરી ના પ્રયાસો થી યાત્રિકો માટે રહેલી સુવિધા ઓ અને વિકાસ ને કારણે વેકેશન અને રજાઓમાં શ્રધ્ધાળુઓ ભાવિકો અને પર્યટકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ગત વર્ષે તા 7 થી 11 નવેમ્બર સુધીમાં પાંચ દિવસ મા 76 લાખ રૂપિયા ની આવક થઇ હતી જેની એવરેજ જળવાઇ રહી ઉપરાંત વરસાદ વાવાઝોડા સંભવિતતા અને વાવેતર ને હવામાનની અસર અને મંદી હોવાની માન્યતા વચ્ચે પણ લોકો દર્શન કરી ધન્ય બન્યા અને સોમનાથ યાત્રાનું સૌને આકર્ષણ રહ્યુ હતું. રાજેશ ભજગોતર

એસટી વિભાગને રૂ. 10 લાખની આવક

22 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં એસટી વિભાગને 10 લાખની આવક થઈ હતી.આ સમય દરમિયાન 13 હજારથી વધુ મુસાફરોએ સલામત સવારી મેળવી હતી. તેમ વેરાવળ ડેપો મેનેજર ભાવેશ રબારીએ જણાવ્યુ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36u39j5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here