માઇક્રોસોફ્ટે જાપાનમાં ફોર ડે વીક કન્સેપ્ટ અજમાવ્યો, 3 દિવસ રજાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટી 40% વધી ગઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

માઇક્રોસોફ્ટે જાપાનમાં ફોર ડે વીક કન્સેપ્ટ અજમાવ્યો, 3 દિવસ રજાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટી 40% વધી ગઇ

ભારતમાં સરકારી ક્ષેત્રના કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવા તેમનો ઓફિસ ટાઇમ વધારીને 9 કલાકનો કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કમ્પ્યૂટર સોફ્ટવેર ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓની ઉત્પાદનક્ષમતા વધારવા તેનાથી ઉલટું કામ કર્યું. કંપનીએ એક મહિના સુધી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરાવ્યું. તેનાથી તેમની ઉત્પાદનક્ષમતામાં આશ્ચર્યજનક રીતે ઉછાળો આવ્યો અને તે ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ 40 ટકા વધી ગઇ. માઇક્રોસોફ્ટે આ પ્રયોગ તેના જાપાનના યુનિટમાં ઓગસ્ટમાં કર્યો હતો. કંપનીએ 2300 કર્મચારીને અઠવાડિયામાં શુક્રવારની વધારાની રજા આપીને 3 દિવસની રજા કરી દીધી. આ રીતે કર્મચારીઓએ અઠવાડિયામાં 4 દિવસ જ કામ કર્યું. કંપનીના જણાવ્યાનુસાર આ પ્રયોગ દરમિયાન કર્મચારીઓએ તેમની બાકીની રજાઓ સાથે કોઇ બાંધછોડ ન કરવી પડી. વળી, આટલી રજાઓ મળવાથી તેમણે રજાઓ પણ ઓછી લીધી.

માઇક્રોસોફ્ટે પ્રયોગના પરિણામો વિશે જણાવ્યું કે ઉત્પાદકતામાં આ વૃદ્ધિ મીટિંગનો સમય ઘટવાથી થઇ. કોઇ મીટિંગ 30 મિનિટથી વધુ લાંબી ન ચાલી. ઇમેલ્સના જવાબ જલદી અપાયા. નિર્ણયો તત્કાળ લેવાઇ ગયા. આ દરમિયાન વીજળીની ખપત 23.1% ઘટી અને કાગળનો વપરાશ પણ 58.7% ઓછો થયો.

નાની કંપનીઓમાં સફળ રહેલી ફોર્મ્યૂલા મોટી કંપનીમાં પણ કારગત

અત્યાર સુધી ફોર વીક ડે કન્સેપ્ટ નાની કંપનીઓ જ અજમાવતી રહી છે પણ માઇક્રોસોફ્ટના પ્રયોગે સાબિત કર્યું કે આ ફોર્મ્યૂલા મોટી કંપનીઓમાં પણ લાગુ થઇ શકે છે. ન્યૂઝીલેન્ડની એક કંપની પણ તેને બે મહિના સુધી અજમાવી સફળ કહી ચૂકી છે. વર્જિન એટલાન્ટિકના સંસ્થાપક રિચર્ડ બ્રાનસને તેને ખુશી વધારનાર ગણાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - microsoft tried four day week concept in japan 3 days leave increased employee productivity by 40 063506


from Divya Bhaskar https://ift.tt/33ntWMc
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here