ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટી-20 શ્રેણીનો અંતિમ મેચ નાગપુરમાં રમાવવાનો હોય શુક્રવારે સવારે બંને ટીમો સવારે રાજકોટથી હવાઇ માર્ગે રવાના થવાની હતી. પરંતુ ફલાઇટ મોડી થતાં બંને ટીમના ખેલાડીઓ અકળાઇ ગયા હતા. અને ત્રણ કલાક જેટલો સમય હોટેલમાં વિતાવવો પડયો હતો.
ગુરૂવારે ટી-20 શ્રેણીનો બીજો મેચ રાજકોટમાં રમાયા બાદ અંતિમ મેચ આગામી તા.10નાં નાગપુરમાં રમાવાનો હોય બંને ટીમ શુક્રવારે સવારે તેમનો સામાન પેક કરી હોટેલની રૂમમાંથી ચેક આઉટ કરી નાખ્યું હતું. બંને ટીમને એરપોર્ટ પહોંચાડવા માટે બસ પણ ઇમ્પિરિયલ હોટેલ અને ફોર્ચ્યુન હોટેલ પાસે ઊભી રહી ગઇ હતી. ચાર દિવસની મહેમાનગતિ માણી બંને ટીમ રાજકોટથી રવાના થવાની હોવાની ક્રિકેટરસિકોને જાણ થતાં સવારથી જ હોટલ બહાર ખેલાડીઓની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. દરમિયાન ખેલાડીઓ હોટેલના રૂમ ખાલી કરી નીચે આવતા તેમને જાણ કરવામાં આવી કે તેઓ જે ફલાઇટમાં જવાના છે તે ફલાઇટ મોડી રાજકોટ આવશે. આ સમાચાર સાંભળતા જ ફોર્ચ્યુન હોટેલમાં ઉતરેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ પરત તેમના રૂમમાં આરામ કરવા જતા રહ્યાં હતા. બાકીના ખેલાડીઓ હોટેલના હોલમાં બેસી સમય પસાર કર્યો હતો. જ્યારે ઇમ્પિરિયલ હોટલમાં ઉતરેલા બાંગ્લા ખેલાડીઓએ પણ હોટેલની અંદર સમય પસાર કરવો પડયો હતો. ત્રણ કલાકની રાહ જોયા બાદ અંતે ફલાઇટનો સમય થતાં ખેલાડીઓ બસમાં ગોઠવાઇ ગયા હતા. અને એક વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી 1.30 વાગ્યે ખાસ ફલાઇટ નાગપુર જવા રવાના થઇ હતી. રાજકોટમાં ચાર દિવસ રોકાણ કરનાર બંને ટીમો હેમખેમ રવાના થતાં બંદોબસ્તમાં રહેલી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PYZ4xy
via IFTTT
No comments:
Post a Comment