
વૈશ્વિક સ્તરે છેલ્લા 3 વર્ષથી સતત અબજોપતિની સંપત્તિ વધી રહી હતી. પરંતુ 2018માં 3 વર્ષમાં પ્રથમ વખત ધનવાનોની સંપત્તિ ઘટી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અબજોપતિની કુલ સંપત્તિ આશરે 388 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અબજોપતિની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો એશિયામાં જોવા મળ્યો છે. ચીન-અમેરિકા વચ્ચે જારી ટ્રેડવોરને લીધે વેપારમાં ભંગાણ પડ્યુ છે. તેમજ ભારત અને ચીનમાં આર્થિક મંદીની અસર પણ કારણભૂત બની છે. યુબીએસ-પીડબ્લ્યુસીના રિપોર્ટ અનુસાર, એશિયામાં અબજોપતિની સંપત્તિમાં આશરે 8 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકામાં ટેક્નોલોજીના કારોબાર સાથે જોડાયેલા ધનવાનો શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે. આ આંકડો એક વર્ષ અગાઉ માત્ર 70 હતો. વિશ્વના મોટા વેલ્થ મેનેજર યુબીએસ સહિત ખાનગી બેન્કોએ જણાવ્યુ છે કે, યુએસ-ચીન ટ્રેડવોર અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાને પગલે રોકાણને અસર થઈ છે. આ માહોલમાં રોકાણકારો રોકાણ કરતાં ખચકાઈ રહ્યા છે. ચીનમાં ધનવાનોની સંખ્યામાં 12.8 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા સાથે વેપાર વિવાદ અને નબળી કરન્સીનો ભોગ ચીનના અબજોપતિ બન્યા છે. તદુપરાંત ચીનનો વિકાસદર આ વર્ષે 3 દાયકાના તળિયે પહોંચ્યો છે. ઘટાડો નોંધાયો હોવા છતાં ચીનમાં દર 2થી 2.5 દિવસમાં એક અબજોપતિ બને છે.
અમેરિકાને બાદ કરતાં વિશ્વના અન્ય દેશોમાં અબજોપતિની સંખ્યા ઘટી છે. અમેરિકાના ટેક આંત્રપ્રિન્યોરને લાભ મળ્યો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ કેટલી છે? તે વાત પુરવાર થાય છે. 2018ના અંતમાં અમેરિકામાં 749 અબજોપતિ હતા. 2018માં સ્ટોક માર્કેટમાં ઝડપી ઘટાડા બાદ સુધારા આવતા વેલ્થ મેનેજરે પોતાની એસેટ વધારાવા મદદ મળી. પરંતુ વિશ્વના સૌથી ધનવાન પરિવાર વૈશ્વિક બાબતો, બ્રેક્ઝિટ, જળવાયુ પરિવર્તન જેવા અનેક મામલાઓ અંગે ચિંતિત છે. પરંતુ આ વાતની સંભાવના ઓછી છે.
2003થી અત્યારસુધી 3 વખત ધનવાનોની સંપત્તિ ઘટી
આંકડાઓ અનુસાર, 2014માં ધનવાનોની કુલ સંપત્તિ 6.2 લાખ કરોડ ડોલર હતી. જે 2015માં ઘટી 5.9 લાખ કરોડ ડોલર થઈ હતી. જો કે, 2016માં આ આંકડો વધી 7.2 લાખ કરોડ ડોલર થયો હતો. 2017માં 8.9 લાખ કરોડ ડોલર હતો. 2018માં 8.5 લાખ કરોડ થઈ હતી. જે 2003થી અત્યારસુધી ત્રીજી વખત ધનવાનોની સંપત્તિમાં ઘટાડો દર્શાવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Cxl0aV
via
IFTTT
No comments:
Post a Comment