ચિલી: સેન્ટિયાગોમાં 2 લાખ લોકોની રેલી, બંધારણ બદલવાની માંગ કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

ચિલી: સેન્ટિયાગોમાં 2 લાખ લોકોની રેલી, બંધારણ બદલવાની માંગ કરી

ચિલીમાં મેટ્રોનું ભાડું વધારવાની સામે દેખાવો મોટા અાંદોલનનું રૂપ લઇ રહ્યા છે. રાજધાની સેન્ટિયાગોમાં 2 લાખથી વધુ લોકોએ ફરી એક વખત રેલી કાઢી. તેમણે બંધારણમાં ફેરફારની માગ કરી. રેલીમાં એ લોકો પણ સામેલ થયા જેઓ સૈન્ય શાસન દરમિયાન ચિલી છોડીને બીજા દેશોમાં જતા રહ્યા હતા. ચિલીમાં 1974માં જનરલ અગસ્ટો પિનોચેટે સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી ત્યારથી 1990 સુધી ત્યાં સૈન્ય શાસન રહ્યું. દેખાવકારોએ કહ્યું કે આજે ચિલીના માર્ગો પર સેનાને જોઇ જૂના સૈન્ય શાસનના દિવસો યાદ આવી ગયા. ત્યારે હજારો નાગરિકો, ખાસ કરીને યુવાઓને દેશ છોડી જવું પડ્યું હતું. ચિલીનું વર્તમાન બંધારણ જનરલ પિનોચેટના શાસનકાળમાં જ એક નાનકડા આયોગે લખ્યું હતું. દેખાવકારોએ કહ્યું કે નવું બંધારણ લખવા માટે જનતાનો મત લેવો જોઇએ. દેશની 80 ટકા વસતી બંધારણ બદલવાના સમર્થનમાં છે.

દેખાવકારોએ મહિલા પોલીસકર્મીઓ પર પેટ્રોલબોમ્બ ફેંક્યા. પોલીસે તેમના પર ટિયરગેસના શેલ છોડ્યા હતા.

નાણામંત્રી બ્રોયન્સે કહ્યું કે તાંબાની ખાણ કંપનીઓ દેખાવો રોકવા દબાણ કરે છે, તેમનું ઉત્પાદન ઠપ છે.

એક મહિનાથી ચાલુ હિંસક દેખાવોમાં 23 લોકોનાં મોત થયાં છે જ્યારે 1600 લોકો ઘાયલ થયા છે.

રાજધાની સેન્ટિયાગોમાં નીકળેલી રેલીમાં અનેક સ્થળોએ પોલીસ સાથે દેખાવકારોની હિંસક ઝડપ થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - chile a rally of 2 million people in santiago demands change of constitution 063139
Div News - chile a rally of 2 million people in santiago demands change of constitution 063139


from Divya Bhaskar https://ift.tt/36BJTAf
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here