
નવી દિલ્હી: રાજ્યમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ કરી છે. આ નિયમ રોજ સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. રવિવારે ઓડ-ઈવનમાં છૂટ આપવામાં આવશે. નિયમો તોડનારને રૂ. 4,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન લાગુ કર્યું હતું.
नमस्ते दिल्ली! प्रदूषण कम करने के लिए आज से Odd Even शुरू हो रहा है। अपने लिए, अपने बच्चों की सेहत के लिए और अपने परिवार की साँसों के लिए Odd Even का ज़रूर पालन करें। कार शेयर करें। इस से दोस्ती बढ़ेगी, रिश्ते बनेंगे, पेट्रोल बचेगा और प्रदूषण भी कम होगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 4, 2019
दिल्ली फिर कर दिखायेगी
ઓડ-ઈવન ફોર્મ્યૂલામાં આ લોકોને છૂટ આપાવમાં આવશે
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યના રાજ્યપાલ, લોકસભા સ્પીકર, કેન્દ્રીય મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, ચૂંટણી પંચ અને સીએજીની ગાડી, સેના સાથે જોડાયેલા વાહનો, ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, દર્દીઓને લઈને જતા વાહનો, મહિલાઓ, દિવ્યાંગ અને 12થી ઓછી ઉંમરના બાળકો અને સ્કૂલ વાનને છૂટ આપવામાં આવશે. ટૂ-વ્હીલર ઓડ-ઈવનના નિયમમાંથી બહાર છે.
નિયમ આ વાહનો પર લાગુ થશે
કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીયોને ઓડ ઈવનની છૂટ મળશે નહીં. દિલ્હીમાં અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો અને સીએનજીથી ચાલતા દરેક વાહનો પર આ નિયમ લાગુ થશે. ગઈ વખતે ઓડ ઈવનની ફોર્મ્યૂલા લાગુ કરવા અને સફળ બનાવવા માટે 200 ટીમ તહેનાત કરવામાં આવી હતી.
કેટલો દંડ, ક્યારથી લાગુ થશે
કેજરીવાલના જણાવ્યા પ્રમાણે જો કોઈ વાહન ચાલક ઓડ-ઈવનના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને રૂ. 4 હજારનો દંડ ભરવો પડશે. ઓડ-ઈવન 4થી 15 નવેમ્બર સુધી સવારે આટથી સાંજે 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. રવિવારે દરેક વાહનોને છૂટ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pD5FTx
via IFTTT
No comments:
Post a Comment