નવી દિલ્હીઃ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ યૂરોપિયન યૂનિયન(EU)ના 23 સાંસદોનું પ્રતિનિધિમંડળ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે છે. મંગળવારે 27 સાંસદોએ કાશ્મીરમાં જવાનું હતું, પરંતુ 4 દિલ્હીથી જ પાછા ફર્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ ચારેય લોકોએ કોઈ પણ સુરક્ષા વગર સ્થાનિક લોકો સાથે મુલાકાત કરવાની માંગ કરી હતી, જેને સરકારે મંજૂરી આપી ન હતી. કોંગ્રેસ અને PDP નેતાઓના પ્રવાસનો વિરોધ કરતા તેમણે ભારતીય સંસદ અને સાંસદોના વિશેષ અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ અંગે ભાજપે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય થયા બાદ અમે કોઈને રોક્યા નથી. કોંગ્રેસ અને અન્ય દળ ઈચ્છે તો કાશ્મીર ફરીને આવી શકે છે.
EU સાંસદોએ પહેલા દિવસે શ્રીનગરમાં પંચ-સરપંચો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, મહિલાઓ, વેપારીઓ અને ફળ ઉત્પાદકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ડલ ઝીલમાં બોટિંગ કર્યું હતું. સેનાના કમાંડરોએ તેમણે કાશ્મીરની સ્થિતીની જાણકારી આપી હતી. મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ અને DGPએ પણ સાંસદોને રાજ્યની પરિસ્થિતીની વિગતો આપી હતી. બુધવારે તેઓ મીડિયા સાથે ચર્ચા કરશે.
EU સાંસદોએ સોમવારે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. વેલ્સના EU સાંસદ નાથન ગિલે કહ્યું હતું કે, આ વિદેશી પ્રતિનિધિમંડળ માટે કાશ્મીર જઈને હાલની સ્થિતીની પર નજર કરવાની સારી તક છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oxT8Am
via IFTTT
No comments:
Post a Comment