નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સરકારી સંસ્થાનો અને સુરક્ષાબળો પર હુમલો કરી શકે છે. જાસૂસી એજન્સીઓના ઈનપુટ મુજબ, આ આંતકીઓ આવનારા દિવસોમાં વિશ્વનું ધ્યાન કાશ્મીર તરફ ખેંચવા માટે અગ્રણી વ્યક્તિઓને બંધક બનાવી શકે છે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુઝ્ઝાહિદીને શ્રીનગર જિલ્લાના જોનકાર, રૈનાવાડી, સફકદલ અને ધર્મશાલમાં આતંકી હુમલાની યોજના બનાવી છે.
મિલિટ્રીની ઓફિસો પર ગ્રેનેડ હુમલો કરી શકે છે
જાસૂસી એજન્સીના જણાવ્યા મુજબ, પાકિસ્તાની આતંકીઓના નિશાના પર અવંતિપોરા, શ્રીનગર કે રંગરેઠ હવાઈ પટ્ટી પણ હોઈ શકે છે. જાસૂસી એજન્સીઓએ સુરક્ષાબળોના કાર્યાલયો પર ગ્રેનેડ હુમલાની શકયતા વ્યક્ત કરી છે. આતંકી આ હુમલા દ્વારા સરકારી અધિકારીઓ અને આમ લોકોમાં ભય પેદા કરવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના મિની સેકેટ્રિયેટ પર પણ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઘાટીમાં ઘમકી ભર્યા પોસ્ટર લગાવી રહ્યાં છે આતંકવાદી
આતંકી સંગઠન કાશ્મીર ઘાટીના ઘણા હિસ્સાઓમાં ઘમકી ભર્યા પોસ્ટર પણ લગાવી રહ્યાં છે, જેમાં સ્થાનિક દુકાનદારોને ઘાટીમાં બંધનું સમર્થન કરવા માટે કહેવામાં આવ્યું છે. હિજબુલ મુજાહિદીન તરફથી લાગેલા આવા જ એક પોસ્ટરમાં ફળ વ્યવસાયો, ટ્રક ડ્રાઈવરો, સરકારી અધિકારીઓ અને બેન્ક કર્મચારીઓને બંધનું સમર્થન ન કરવા બદલ ધમકી આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં 4 ટ્રક ડ્રાઈવર અને 5 મજૂરોની હત્યા કરવામાં આવી
5 ઓક્ટબરે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવામાં આવ્યા બાદ મિલિટ્ર્ી હાઈ એલર્ટ પર છે. પછીથી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘુસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચાર ટ્રક ડ્રાઈવરોની હત્યા કરવામાં આવી છે, જ્યારે આતંકીઓએ મંગળવારે 5 મજૂરીની હત્યા કરી છે. આ બધા મજૂરો બીજા રાજ્યોના રહેનારા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qW3J93
via IFTTT
No comments:
Post a Comment