
દક્ષિણ ગુજરાતમાં ચીકુની ખેતી મોટાપાયે થઈ રહી છે. આમતો ચીકુ બારેમાસ જ થાય છે. ચોમાસા દરમિયાન ખેડૂતોથી ખેતરે જવાતું ન હોવાથી પવન સાથે વરસાદ પડવાના કારણે ચીકુ નહીંવત થાય છે. પરંતુ હાલમાં ચીકુનું ઉત્પાદન સારું થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુની ખરીદી દીવાળી પહેલા માત્ર અમલસાડમાં થઈ રહી છે. ચીકુ પણ મોટાપ્રમાણમાં આવી રહ્યા છે. તેમજ તેના ભાવ પણ સારા મળી રહ્યું છે. એક ખેડૂત નિલેષ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં એક નંબરના ચીકુના ભાવ 700થી 1500 રૂપિયા સુધી મળી રહ્યો છે. અમલસાડ યાર્ડમાં ચીકુની હરાજી હાલમાં સાંજે 4 કલાકથી શરૂ થઈ રાત્રે 11 કલાક સુધી ચાલી રહી છે અને યાર્ડમાં અંદાજે 2000થી 2500 મણ ચીકુ ઠલવાઈ રહ્યાં છે. ભાવ પણ સારો મળતાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યાં છે. તસવીર મિનેષ પટેલ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30P3oRB
via
IFTTT
No comments:
Post a Comment