પપૈયાના પાકમાં થડનો કહોવારો અને લીંબુમાં ગુંદરિયાનો રોગ પિયતના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

પપૈયાના પાકમાં થડનો કહોવારો અને લીંબુમાં ગુંદરિયાનો રોગ પિયતના


પપૈયાના પાકમાં થડનો કહોવારો અને લીંબુમાં ગુંદરિયાનો રોગ પિયતના પાણીથી પ્રસરે છે. પિયતનું પાણી જા સીધું થડના સંપર્કમાં આવે તો ખેતરમાં રોગ ઝડપથી ફેલાય છે. આથી પાણી સીધુ થડના સંપર્કમાં ના આવે તે માટે થડની ફરતે માટી ચઢાવવાની અથવા ડબલ ખામણા પદ્ધતિથી પિયત આપવાની સલાહ ડૉ. કોરાટ આપે છે. ડુંગળી અને લસણના પાકમાં કંદના સડાનો રોગ પિયતના પાણી મારફતે ફેલાય છે.

દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈનો રોગ જાવા મળે છે. ખાસ કરીને જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં આ રોગનું પ્રમાણ વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે. તમાકુમાં ચિતરી(મૂળખાઈ)ના રોગમાં પિયતનું પાણી ખેંચાતુ આપવામાં આવે છે. ઓતરા-ચિતરાના તાપ દરમ્યાન એકાદ હળવું પિયત આપવાથી રોગ કાબૂમાં આવે છે. કેટલાક કિસ્સામાં છોડ/ઝાડ પર જ ફળ ફાટી જતા હોય છે. આ કોઈ રોગ નથી. પરંતુ ફળની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપને લીધે આવું થાય છે. સીતાફળ, તડબૂચ અને શક્કરટેટીના ફળમાં આવું બને છે. છોડ/ઝાડને લાંબા સમય સુધી પિયત આપેલ ન હોવાથી પાણીની ખેંચ પડે અને એકદમ વધારે પડતું પિયત અપાય તો ફળો ફાટી જવાની સંભાવના રહે છે. તેથી આવા પાકોમાં ફળ બેસવાની શરૂઆત થાય તે પછી જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહે તે પ્રમાણે નિયમિત ગાળે પુરતું પિયત આપતા આ બધાં દાખલાઓ પરથી ખ્યાલ આવશે કે પાણીનો યોગ્ય અને સમુચિત ઉપયોગ કરવો જાઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2okq7bc
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here