સાનિયા મિર્ઝાની બહેન પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના દિકરાની સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

સાનિયા મિર્ઝાની બહેન પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના દિકરાની સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું કે, તેની બહેન અને ફેશન સ્ટાઇલિશ અનમ મિર્ઝાના લગ્ન ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દિકરા અસદની સાથે થશે.

સાનિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''અસદ-અનમ ડિસેમ્બરમાં લગ્ન કરશે. હાલમાં અમે પેરિસમાં તેની બેચલર ટ્રિપ પૂરી કરીને પરત ફર્યા છે."

તેણે વધુ ઉમેર્યું કે, ''તે ખૂબ જ પ્રેમાળ છોકરાની સાથે લગ્ન કરી રહી છે, તેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝહરુદ્દીનનો દિકરો છે અને અમે આ સંબંધોને લઇને ઉત્સાહિત છીએ.''

સપ્ટેમ્બરમાં અનમે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરીને 'બ્રાઇડ ટુ બી' લખ્યુ હતુ. અસદ પણ અવારનવાર પોસ્ટ કરતો જોવા મળ્યો છે. તેણે થોડા સમય પહેલા બંને બહેનો સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિથ ટુ ગોરજીયસ લેડી. અસદ ક્રિકેટમાં તેના પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી. તે હાલમાં ગોવાની રણજી ટીમ માટે રમે છે.

અનમના લગ્ન નવેમ્બર 2016માં હૈદરાબાદના બિઝનેસમેન અકબરની સાથે થયા હતા, જેમાં ફિલ્મ, રાજનીતિ અને ફેશન ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. જોકે આ લગ્નના 2 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sania Mirza's sister Anam to marry Mohammad Azarhuddin's son Asad in December


from Divya Bhaskar https://ift.tt/2oh2Ua0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here